પ્રિયંકા-નિકના ઘરનો દરેક રૂમ એટલો મોટો છે કે, કોઈ કલ્પના પણ ન કરી શકે, જુઓ INSIDE PHOTOS...

Fri, 24 Jan 2020-4:46 pm,

અમારી સહયોગી વેબસાઈટ ડીએનએમાં પ્રકાશિત ખબર જણાવે છે કે, આ ઘરમાં ટૂ લેન બોલિંગ એલી, એક મિરર વોલવાળું જિમ, રેસ્ટોરન્ટ ક્વોલિટી વેટ બાર, IMAX જેવી સ્ક્રીનની સાથે મુવી થિયેટર અને એક ઈન્ડોર બાસ્કેટ બોલ કોર્ટ છે.

આ ઘરની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો તમને સ્તબ્ધ કરી શકે તેવી છે. આ આલિશાન ઘર ત્રણ એકર જમીનમાં ફેલાયેલ છે. જેમાંથી પહાડ અને વાદીઓનું મનમોહન દ્રશ્ય જોઈને દરેકનું મન મોહી શકાય છે. ઘરના દરેક ખૂણામાં ઈન્ફીનિટી પૂલના એડ ઓનની સાથે એક સુંદર દ્રશ્ય પણ મળે છે. જેમાં વચ્ચે બેસવાની જગ્યા છે. 

પ્રિયંકા ચોપરા જોનાસ અને નિક જોનાસે લોસ એન્જેલિસ રાજ્યમાં એનકોનો, કેલિફોર્નિયામાં આ આલિશાન ઘર ખરીદ્યું છે. ઘરથી પહાડી સુધી સુંદર નજારો જોવા મળ્યો છે.

 

આલિશાન ઘરની વચ્ચે આરામથી બેસવા માટે ઈન્ફિનિટી પુલ બનાવાયો છે.

 

આ ઘરનો દરેક રૂમ એટલો મોટો છે કે, કોઈ કલ્પના પણ કરી ન શકે. ઘરની પ્રાકૃતિક રોશની સમગ્ર માહોલને વધુ ચમકદાર બનાવે છે. 

20 મિલિયન અમેરિકન ડોલરને જો ભારતીય રૂપિયામાં ગણીએ તો, આ રકમ 1 અરબ 42 કરોડ 57 લાખ 62 હજાર રૂપિયાની આસપાસ થાય છે. ઘરની પાછળની બાજુએ એક ડાઈનિંગ એરિયા છે. જ્યાં સાથે બેસીને બધા ડિનર કરી શકે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link