PHOTOS: કેવું દેખાય છે હાર્દિક પંડ્યાનું લક્ઝરી પેન્ટહાઉસ? ઘરમાં છે જીમ અને થિયેટર
હાર્દિક પંડ્યાનો (Hardik Pandya) બેડરૂમ ખુબ જ શાનદાર છે જે મોર્ડન ફેસિલિટીથી સજ્જ છે. અહીં તેની કેટલીક તસવીરો છે. જેને તેણે પોતાની સાથે ખેલાડીઓની સાથે ક્લિક કરી હતી.
હાર્દિક પંડ્યાના (Hardik Pandya) પેન્ટહાઉસમાં (Penthouse Apartment) ઘણો મોટો ગેસ્ટ રૂમ (Guest Room) છે. અહીં આરામદાયક સોફા અને એક મોટી ટીવી સ્ક્રીન પણ છે.
હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) પોતાના ધરમાં અલ્ટ્રા મોડર્મ લિવિંગ રૂમ (Living Room) બનાવ્યો છે જ્યાં તે નવરાશની પળો વિતાવે છે.
આ વાત તો જગજાહેર છે કે, હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેના ભાઈ ક્રુણાલ પંડ્યાને (Krunal Pandya) મુવી જોવાનો ઘણો શોખ છે. આ કારણ છે કે, તેના ઘરમાં પ્રાઇવેટ થિયેટર (Private Theatre) પણ છે.
હાર્દિક પંડ્યા (Hardik Pandya) ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ કારણ છે કે, તેણે પોતાના ઘરમાં મોર્ડન જીમ બનાવ્યું છે.