પોતાના પિતાના `ક્લાસમેટ` રહી ચૂક્યા છે અટલ બિહારી વાજપેયી, જાણો તેમની સાથે સંકળાયેલી કેટલીક વાતો...

Thu, 16 Aug 2018-4:04 pm,

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં સામેલ થતાં પહેલાં વાજપેયીએ પોતાના રાજકીય કેરિયરની શરૂઆત સામ્યવાદના રૂપમાં કરી હતી, પરંતુ બાબા સાહેબ આપ્ટેને મળ્યા બાદ 1939માં સામ્યવાદ છોડી આરએસએસ સાથે જોડાઇ ગયા અને ફૂલ ટાઇમ વર્કર બની ગયા. 

તમને જણાવી દઇએ કે અટલ બિહારી વાજપેયી અને તેમના મોટા ભાઇ બ્રિટિશ સરકાર દ્વારા 'ભારત છોડો આંદોલન' દરમિયાન જેલ પણ જઇ ચૂક્યા છે.

અટલ બિહારી વાજપેયી અને તેમના પિતા પંડિત કૃષ્ણ બિહારી વાજપેયીએ કાનપુરના ડીએવી કોલેજમાં એકસાથે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો હતો. એક જ ક્લાસમાં હોવાની સાથે-સાથે જ તેમને હોસ્ટેલમાં પણ એક જ રૂમ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પિતા અને પુત્રના સંબંધ સાથે તેમનો મિત્રતાનો સંબંધ થઇ ગયો. 

કાશ્મીરને ભારતીય જનસંઘમાં મળવાને લઇને 1953માં અટલ બિહારી વાજપેયી ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી સાથે આમરણ અનશન પર બેસ્યા હતા. 

તમને 1977માં જનતા સરકારમાં વિદેશ મંત્રીના પદ પર રહેતાં અટલજીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પોતાનું પ્રથમ ભાષણ હિંદીમાં આપ્યું હતું. જેના લીધે ભારતમાં અટલજીની લોકપ્રિયતા વધુ વધી ગઇ હતી.

વર્ષ 1996માં અટલ બિહારી વાજપેયી પહેલીવાર વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બનતાં અટલજી જ્યારે વિશ્વાસ પ્રસ્તાવ રાખવા ઉભા થયા તો તે ભૂલી ગયા કે તે પોતે જ વડાપ્રધાન છે અને લોકસભામાં ઉભા રહેતાં જ 'વડાપ્રધાનમંત્રી જી' કહીને પોતાનું સંબોધન શરૂ કરવા લાગ્યા. 

વર્ષ 2000માં અટલજીની તબિયત અચાનક જ બગડી ગઇ. વર્ષ 2001માં અટલજીના જમણા ઘૂંટણનું ઓપરેશન થયું. તો બીજી તરફ 2009માં અટલ બિહારી વાજપેયીને સ્ટ્રોક લાગ્યો. ત્યારબાદથી તેમણે બોલવામાં સમસ્યા ઉભી થવા લાગી. 

અટલજી એક સારા વડાપ્રધાન હોવાની સાથે જ એક સારા સાંસદ પણ હતા. તે લોકસભામાં 9 વાર અને રાજ્યસભામાં બે વાર ચૂંટાયા હતા. જોકે પોતાનામાં જ એક કિર્તિમાન હતો. 

અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 4 ભાઇ અને ત્રણ બહેનોમાં તે પરિવારના સૌથી નાના અને પ્રિય પુત્ર હતા.

તમને જણાવી દઇએ કે વાજપેયીજીએ ભારત છોડો આંદોલન દ્વારા 1942થી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી અને પછી ત્યારબાદથી પોતાના રાજકીય જીવનમાં એવા ઘણા કામ કર્યા ત્યારબાદથી તે જનતા વચ્ચે લોકપ્રિય નેતાઓમાં સામેલ થઇ ગયા. 

અટલ બિહારી વાજપેયી એક સારા કવિ પણ છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કવિ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તે ખૂબ સારી કવિતઓ લખતા હતા. 

કવિતાઓ લખવા ઉપરાંત અટલજીને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. મન થતું ત્યારે તે પોતાના રસોડામાં જઇને જમવાનું બનાવવા લાગતા હતા. ખિચડી, હલવો અને ખીર બનાવવી તેમને ખૂબ પસંદ હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link