મૃતદેહો સાથે સંબંધ બનાવે છે અઘોરીઓ... રુંવાડા ઉભા કરી દે તેવુ છે તેમનુ રહસ્યમયી જીવન

Sat, 26 Feb 2022-9:41 am,

અઘોર રૂપ શિવના પાંચ રૂપમાંથી એક છે. અઘોરીઓની ભક્તિને અઘોરી શબ્દને જ બહુ પવિત્ર માનવામાં આવે છે. પંરતુ તેમની રહેણીકરણીની રીત ખાસ વિભત્સ હોય છે. તેમની તંત્ર સાધનાની આ અજીબ રીક ખુદને પૂરી રીતે શિવમાં લીન કરવા માટે હોય છે. 

અઘોરી સ્મશાન ઘાટમાં રહે છે. મૃતદેહ પર બેસીને સાધના કરે છે. તેમની સાધનાનો એક પ્રકાર એક પગ પર ઉભા રહીને શિવની આરાધના કરવાની પણ છે. રાતોમાં જાગીને અડધી બળેલી લાશોને કાઢવી અને તેમની સાથે તંત્ર ક્રિયા કરવુ તેમના જીવનનો એક ભાગ છે. તંત્ર સાધના દરમિયાન માંસ અને મદિરાનો પણ ભોગ કરે છે. 

અઘોરીઓના જીવન સાથે જોડાયેલ બહુ જ અજીબ વાતોમાં એક માહિતી એ પણ છે કે, પોતાની સાધના દરમિયાન તેઓ મૃતદેહો સાથે શારીરિક સંબંધ બનાવે છે. આ વિશે અઘોરીએ માને છે કે, તે પણ શિવ અને શક્તિની ઉપાસના કરવાની એક રીત છે. જો તેઓ શારીરિક સંબંધ બનાવવા દરમિયાન ખુદને શિવની આરાધનાને લીન કરે છે તો તે તેમની સાધનામાં સૌથી ઉંચું સ્તર છે. એટલુ જ નહિ, તેઓ સામાન્ય સાધુઓની જેમ બ્રહ્મચર્યનુ પાલન નથી કરતા. પરંતુ જીવિત મહિલાઓની સાથે શારીરિક સંબંધ બનાવે છે અને એ પણ ત્યારે જ્યારે મહિલાનું માસિક ધર્મ ચાલી રહ્યું હોય. તેમની પાછી માન્યતા છે કે, તેમની શક્તિઓ વધે છે. 

સ્મશાન ઘાટમાં રહેનારા અઘોરી અર્ધબળેલી લાશોનુ માંસ ખાય છે. તેમના દ્રવ્યનો પણ ઉપયોગ કરે છે. આવુ કરવા પાછળ માન્યતા છે કે, તેમની તંત્ર શક્તિ પ્રબળ થાય છે. માનવ ખોપડીનો તેઓ ભોજન રાખવાના પાત્ર તરીકે ઉપયોગ કરે છે. નરમુંડોની માળા પહેરે છે. અધિકારીઓનુ માનવુ છે કે, દરેક બાળક અઘોરીના રૂપમાં જન્મ લે છે. બાળકનુ ભોજન અને ગંદકીમાં કોઈ ફરક નથી હોતુ. તેમ જ અઘોરી પણ દરેક ગંદકી અને સારી બાબતને એક જ રીતે જુએ છે.  

સામાન્ય રીતે અઘોરી પોતાના સમુદાયમાં જ રહેવાનુ પસંદ કરે છે અને સામાન્ય જનજીવનમાં ખાસ પ્રસંગોએ જ સામે આવે છે. આ દરમિયાન તેમની સાથે માત્ર કૂતરા જ રહે છે. અઘોરીઓને કૂતરાથી બહુ જ પ્રેમ હોય છે. તેઓ પોતાની આસપાસ કૂતરાઓને રાખવાનું પસંદ કરે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link