ટોળામાં જઈને વિજય રૂપાણી ચગાવ્યો પતંગ, 30મા પતંગ મહોત્સવનો પ્રારંભ

Sun, 06 Jan 2019-1:02 pm,

પતંગ ઉત્સવનો આવો છે માહોલ. મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો

કાર્યક્રમના સંબોધનમાં સીએમએ કહ્યં કે, પતંગોત્સવ હવે ગુજરાતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ તરીકે પ્રસ્થાપિત થઇ ગયો છે. ગુજરાતનો વિકાસ પતંગ પણ જન સહયોગથી વધુ ને વધુ નવી વિશ્વ ઊંચાઈઓ પાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

આ પતંગ મહોત્સવમાં ભારતના 13 રાજ્યોના 105, ગુજરાતના 19 શહેરોના 545 પતંગબાજ જોડાયા હતા. આ પતંગ મહોત્સવમાં કેવડિયા ખાતેની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 14 જાન્યુઆરીએ અમદાવાદની વિવિધ પોળમાં પતંગ મહોત્સવ યોજાશે. પતંગ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. 

અમદાવાદના રિવરફ્રન્ટ  પર પતંગોત્સવનો સીએમના હસ્તે પ્રારંભ થયો હતો. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકછા થયા હતા. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, સુંદર વાતાવરણમાં બાળકો દ્વારા સૂર્યનમસ્કાર કરાયા હાત. આવા માહોલમાં પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link