ઇશા અંબાણીના સંગીતમાં થશે ઇન્ટરનેશનલ ધમાકો

Wed, 28 Nov 2018-3:03 pm,

મુંબઈના સૌથી ખૂબસુરત અને મોંઘા ઘર એન્ટાલિયામાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી ઇશા અંબાણીની લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. 

સબ્યસાચી મુખરજીએ ઇશાની પહેલી લગ્નવિધિનો લુક શેયર કર્યો છે. 

સોમવારે મુકેશ અંબાણી દીકરા અનંત અંબાણી સાથે આંધ્ર પ્રદેશના તિરૂપતિ મંદિર પહોંચ્યા હતા.અહીં તેમણે લગ્નનું પહેલું કાર્ડ ભગવાન વ્યંકટેશને ચડાવ્યું હતું.આ પહેલાં અંબાણી પરિવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં કાર્ડ ચડાવ્યું હતું. 

ગોર્જિયનના રિપોર્ટ પ્રમાણે લગ્ન પહેલાં સંગીત સેરિમનીમાં સિંગર બિયોન્સે પર્ફોમન્સ માટે આવશે. તે એક રાત માતે લગભગ 15 કરોડ રૂ. ફી લેશે. 

ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન 12 ડિસેમ્બરના દિવસે મુંબઈમાં થવાના છે. પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે બંનેના પરિવારો 8 અને 9 ડિસેમ્બરના દિવસે ઉદયપુરમાં રહેશે. (ફોટો સાભાર : @sabyasachiofficial/File)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link