ગાત્રો થીજવી દે તેવી ઠંડીમાં ITBPના જાંબાઝ જવાનોએ કર્યાં યોગ, જુઓ PHOTOS

Fri, 21 Jun 2019-10:05 am,

ભારત-તિબ્બત સરહદ પર લેહના સિંધુ ઘાટ પર આઈટીબીપીના 250 જવાનોએ યોગ અભ્યાસ કર્યો. સિંધુ ઘાટ પર સવારે 7 વાગ્યાથી 7.45 સુધી યોગ અભ્યાસ ચાલ્યો. 

સિંધુ ઘાટ પર આયોજિત યોગ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દેવેન્દ્રસિંહ, ડીઆઈજી ઈન્ટેલિજન્સ (નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર), ડીઆઈજી અચલ શર્મા (નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર), ઓફિસર અજયસિંહ (16મી બટાલિયન), ડેપ્યુટી કમાન્ડેન્ટ ફૂંચૂક આંચૂક (16મી બટાલિયન), આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અખિલ જૈન (16મી બટાલિયન), આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ડીએન ભટ્ટ  (16મી બટાલિયન)એ ભાગ લીધો. 

યોગ કાર્યક્રમનું સમાપન થયા બાદ ડીઆઈજી દેવેન્દ્ર સિંહે આઈટીબીપીના જવાનોને સંબોધન કરીને કહ્યું કે હું તમને બધાને હાર્દિક અભિનંદન પાઠવું છું.   

ડીઆઈજી દેવેન્દ્રસિંહે કહ્યું કે હું આશા રાખુ છું કે યોગ અભ્યાસ બાદ તમે લોકો પહેલાથી પણ વધુ માનસિક રીતે ફોકસ અને શારીરિક રીતે સ્ફૂર્તિવાન મહેસૂસ કરતા હશો. 

કાર્યક્રમને સંબોધિત કરતા અખિલ જૈને કહ્યું કે હું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રેઈનરો અને મીડિયાને શુભેચ્છા પાઠવવા માંગુ છું. આ દરમિયાન તેમણે લેહના ડીએમનો પણ આભાર માન્યો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link