મોદી સરકારની નવી યોજના! દર મહિને મળશે 5000 રૂપિયા, જાણો કોણ લઈ શકે છે યોજનાનો લાભ

Mon, 30 Sep 2024-4:07 pm,

કેન્દ્ર સરકાર (central government) ટૂંક સમયમાં ભારતના યુવાનો (youth of India) માટે એક ખાસ યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2024-25ના બજેટ દરમિયાન કરી હતી. આ યોજના ભારતના યુવાનોને રોજગાર આપશે. આ ઉપરાંત આ યોજના હેઠળ યુવાનોને દર મહિને 5000 રૂપિયા પણ આપવામાં આવશે. 

અમે કેન્દ્ર સરકારની ઇન્ટર્નશિપ સ્કીમ (internship scheme) વિશે વાત કરી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ સ્કીમ હેઠળ યુવાનોને દર મહિને 5000 રૂપિયા મળશે. જે બેરોજગારી ઘટાડવા માટે સીધી ઉપયોગી થશે. 

આ યોજના માટે સરકાર દ્વારા હજુ સુધી કોઈ માર્ગદર્શિકા (Guidelines) જારી કરવામાં આવી નથી. કેન્દ્ર સરકારનું કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (Ministry of Corporate Affairs) ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ઈન્ટર્નશિપ સ્કીમ (internship scheme) શરૂ કરવા માટે માર્ગદર્શિકા (Guidelines) જારી કરવા જઈ રહ્યું છે. આ યોજના માટેની માર્ગદર્શિકા આવતા સપ્તાહ સુધીમાં જાહેર થઈ શકે છે. આ ઉપરાંત યુવાનો માટે ઈન્ટર્નશિપ પોર્ટલ પણ શરૂ થઈ શકે છે.

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ સરકાર 21 થી 24 વર્ષની વયના યુવાનોને ઈન્ટર્નશીપ (internship scheme) આપશે. આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને કોર્પોરેટ જીવનનો અનુભવ આપવાનો છે, જેનાથી યુવાનોને નોકરી મેળવવામાં સરળતા રહેશે. આ ઈન્ટર્નશીપ પ્રોગ્રામમાં યુવાનોને કંપની દ્વારા માસિક રૂ. 5000નું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ માટે 500 રૂપિયા કંપનીના CSR ફંડમાંથી આપવામાં આવશે, બાકીના 4500 રૂપિયા સરકાર આપશે. 

યુવાનો માટે વરદાન સાબિત થશે ઈન્ટર્નશિપ સ્કીમ. આ યોજનાનો લાભ ફક્ત એવા યુવાનો જ મેળવી શકે છે, જેમની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 8 લાખથી વધુ ન હોય.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link