20 હજાર રૂપિયાથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 14! આ શરત પુરી કરશો તો ફોન થઇ જશે તમારો

Sat, 28 Oct 2023-8:00 pm,

Flipkart આ તહેવારોની સિઝનમાં iPhone 14 પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ ઘણું મોટું છે કારણ કે તેમાં એક નહીં પરંતુ બે ડિસ્કાઉન્ટ ઓફર સામેલ છે. જો તમે iPhone 14 ખરીદવાનું મન બનાવી લીધું છે પરંતુ કિંમતના કારણે હજુ સુધી તેને ખરીદ્યો નથી, તો આજે અમે તમને તેના પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ ઑફર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જો ડિસ્કાઉન્ટ ઓફરની વાત કરીએ તો તે Flipkart પર આપવામાં આવી રહી છે. આ ઓફરમાં મોટી બચત કરી શકાય છે. તમને જણાવી દઈએ કે Flipkart પર iPhone 14 128 GB મોડલની વાસ્તવિક કિંમત 69,900 રૂપિયામાં ઓફર કરવામાં આવી રહી છે.

સ્પષ્ટ વાત છે કે આ કીંમત દરેકના બજેટમાં બંધબેસતી નથી. જો કે, મૂળ કિંમત પર 18 ટકા ડિસ્કાઉન્ટ પછી, આ કિંમત 56,999 રૂપિયા પર જ રહે છે. પરંતુ ત્યારબાદ જો આ સ્માર્ટફોન તમારા બજેટમાં ફિટ નથી, તો હવે તમારે તેને ખરીદવા માટે રાહ જોવાની જરૂર નથી કારણ કે તેના પર બીજી ઓફર આપવામાં આવી રહી છે જે તમારા ઘણા પૈસા બચાવી શકે છે.

iPhone 14 128 GB મૉડલ માટે, ગ્રાહકોએ 56,999 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે, જો કે આ કિંમત માત્ર ત્યારે જ છે જો તમે એક્સચેન્જ ઑફરનો લાભ લેતા નથી.

જોકે, આ વેરિઅન્ટની ખરીદી પર, ફ્લિપકાર્ટ દ્વારા રૂ. 39,150નું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે, જે જો સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવે તો, તમને ખરીદી માટે રૂ. 20,000 કરતાં ઓછો ખર્ચ થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link