IPL 2019: આઈપીએલની 12મી સિઝનની 5 ખાસ વાતો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનનો આજે પ્રારંભ થઈ જશે. સિઝનના પ્રથમ મેચમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આરસીબી પ્રથમ ટાઇટલ તો ચેન્નઈ ચોથા ખિતાબના ઈરાદા સાથે ઉતરશે.
આઈપીએલની 12મી સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલાથી શરૂ થશે. આઈપીએલની 12મી સિઝન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલાથી શરૂ થશે. આ લીગને એક દાયકા કરતા વધુ સમય થઈ ગયો છે, પરંતુ રોમાંચ યથાવત છે. પ્રથમ મેચ ચેન્નઈની યજમાનીમાં રમાશે. ચેન્નઈની ટીમ ત્રણ ટાઇટલ જીતી ચુકી છે. જ્યારે બેંગલોર પ્રથમ ટ્રોફી માટે પ્રયત્ન કરી રહી છે.
આઈપીએલની 12મી સિઝનની ઓપનિંગ સેરેમની આયોજીત નહીં થાય. તેનું કારણ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું છે.
આવું પ્રથમવાર થશે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી અને આઈપીએલ બંન્ને એક સાથે ચાલશે. 2009માં આઈપીએલ સાઉથ આફ્રિકામાં યોજાયો હતો, જ્યારે 2014માં અડધા મેચ વિદેશમાં યોજાયા હતા.
સીએસકે ટીમ પ્રથમ મેચમાં ટિકિટ વેચાણથી થનારી આવક પુલવામા આતંકી હુમવામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મદદ માટે આપશે.