PHOTOS: આંદ્રે રસેલની પત્નીની અદાઓ છે વિસ્ફોટક, તસ્વીરોથી ઈન્ટરનેટમાં મચાવ્યું તોફાન
આંદ્રે રસેલે 2016માં જેસિમ લોરા સાથે લગ્ન કર્યાં હતા. બંન્ને લગ્ન પહેલા ડેટિંગ કરતા હતા. જેસિમ અને રસેલને એક પુત્રી પણ છે.
પ્રોફેશનલ ડોમિનિકલ રિપબ્લિકની મોડલ લોરા ખુબ સુંદર અને સ્ટાઇલિસ જોવા મળે છે. તેનું ઇન્સ્ટાગ્રામ પેજ શાનદાર તસ્વીરોથી ભરેલું છે.
દેશ દુનિયાના બીજા ક્રિકેટરોની તુલનામાં આંદ્રે રસેલની પત્ની હોટ અને મોડલિંગની તસ્વીરોના વાયરલ હોવાને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
મહત્વનું છે કે 29 એપ્રિલ 1988ના જન્મેલ આંદ્રે રસેલ જમૈકાનો એક ક્રિકેટર છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે રમે છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં જમૈકાનું પ્રતિનિધિત્વ કરે છે.
આંદ્રે રસેલ એક બેટિંગ ઓલરાઉન્ડર છે. તે જમણા હાથથી બોલિંગ અને બેટિંગ કરે છે.
આંદ્રે રસેલને વિશ્વના સૌથી વિસ્ફોટક ઓલરાઉન્ડરોમાંથી એક માનવામાં આવે છે, જેને ઓછા સમયમાં પોતાની બેટિંગ અને બોલિંગથી મેચ બદલવા માટે જાણવામાં આવે છે.
આંદ્રે રસેલે આઈપીએલ 2012માં પોતાના આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી ત્યારે તેને દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)એ 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આંદ્રે રસેલને આઈપીએલ 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સે હરાજીમાં માત્ર 60 લાખમાં ખરીદ્યો હતો. તો હાલની સિઝનમાં કેકેઆરે તેને 8.5 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.