IPL 2020 KXIP vs RCB: કેટલીક તસવીરોથી જાણો મેચ દરમિયાન શું શું થયું
આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યો અને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો.
કપ્ટન કેએલ રાહુલે ઓપનિંગ પાર્ટનરમાં મયંક અગ્રવાલની સાથે મેચની શરૂઆત કરી હતી. બંનેએ મળીને 57 રનની ભાગીદારી કરી હતી.
પોતાની પ્રથમ મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારનાર મયંક અગ્રવાલે આરસીબીની સામે 20 બોલમાં માત્ર 26 જ રન બનાવ્યા.
કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટને 69 બોલમાં 14 ફોર અને 7 સિક્સની મદદથી 132 રનની વિસ્ફોટક બેટિંગ કરી અને નોટઆઉટ રહ્યા. આ મેચના દમ પર પંજાબે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 206 રન બનાવ્યા હતા.
આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ કેએલ રાહુલને મેચની 17મી અને 18મી ઓવરમાં કેચ છોડી 2 વખત જીવનદાન આપ્યું.
આરસીબી તરફથી શિવમ દુબે સૌથી સફળ બોલર રહ્યો, તેણે મેક્સવેલ અને પૂરનની વિકેટ લીધી.
શેલ્ડન કોરટેલે આરસીબીને પહેલો ઝટકો આપ્યો, હૈદરાબાદની સામે ફિફ્ટી ફટકારનાર દેવદત્ત પડીક્કલ માત્ર 1 જ રન બનાવી શક્યો.
ઓપનર આરોન ફિન્ચ પણ વધારે સમય પિચ પર ટકી શક્યો નહીં અને 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યો.
આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી પર મોટી જવાબદારી હતી, પરંતુ માત્ર 1 રન બનાવી પેવેલિયન પરત ફરવું પડ્યું.
'મિસ્ટર 360 ડિગ્રી' એબી ડિવિલિયર્સે આરસીબીની મેચને સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે 18 બોલમાં 28 જ રન બનાવી શક્યો.
વોશિંગ્ટન સુંદરે પણ સારો પ્રયત્ન કર્યો, પરંતુ તે 27 બોલમાં 30 રન બનાવી આઉટ થયો. ત્યારબાદ આ ટીમનો કઇ બેટ્સમેન ટકી શક્યો નહીં અને પંજાબે આ મેચ 97 રનથી જીતી.
કિંગ્સ ઈલેવન પંજાબની માલીક પ્રીતિ ઝિન્ટા દુબઇના સ્ટેડિયમમાં હાજર રહી અને સંપૂર્ણ મેચમાં પોતાની ટીમને ચિયર કરતી જોવા મળી હતી.
કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી શાનદાર બેટિંગ કરવા માટે કેએલ રાહુલને 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ આપવામાં આવ્યો.