IPL 2021: આઈપીએલ મેચમાં આ બિઝનેસમેનની પુત્રી ફરી ચર્ચામાં, જાણો કોણ છે આ `Mystery Girl`
સનરાઈઝર્સ હૈદરાબાદની (Sunrisers Hyderabad) આ મિસ્ટ્રી ગર્લનું નામ કાવ્યા મારન છે. લાઈવ મેચ દરમિયાન કાવ્યા મારન (Kaviya Maran) ઘણી વખત ટીવી સ્ક્રીન પર જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે, કાવ્યા SRH ની CEO છે. આઇપીએલ 2021 ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે બોલી લગાવતા સમયે પણ કાવ્યા જોવા મળી હતી.
કાવ્યાને (Kaviya Maran) ક્રિકેટ ખૂબ જ પસંદ છે. આ ઉપરાંત તે પોતાનું કામકાજ સારી રીતે સંભાળે છે. તે પ્રથમ વખત આઇપીએ 2018 દરમિયાન જોવા મળી હતી. કાવ્યાએ ચેન્નાઈથી (Chennai) એમબીએ કર્યું છે અને હવે તેનો સંપૂર્ણ ફોક્સ આઇપીએલ (IPL) પર છે. કાવ્યા મારને એમબીએનો અભ્યાસ કર્યો જેથી તે તેના પિતા કલાનિધિ મારનને તેમના બિઝનેસમાં મદદ કરી શકે.
કાવ્યા મારન (Kaviya Maran) સનગ્રુપના (Sun Group) માલિક કલાનિધિ મારનની (Kalanithi Maran) પુત્રી છે. એસઆરએચ (SRH) તેમની ટીમ છે. કાવ્યા મારન કલાનિધિ મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની (Dayanidhi Maran) ભત્રીજી છે.