IPL 2021: આ રિટાયર્ડ ખેલાડીઓ એવા છે જે આજે પણ IPLમાં મચાવી શકે છે ધૂમ
કોણ ભુલી શકે છે ભારતના સિક્સર કિંગને જેણે 2007 T20 વર્લ્ડ કપની જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. યુવરાજે આ સિરીઝમાં પોતાની મેચ વિનિંગ એબિલીટીનું ફરીએકવાર પ્રદર્શન કર્યું હતું. અને તે જોતા એવું લાગે છે કે યુવી આજે પણ કોઈ પણ ટીમને મેચ જીતાડવા માટે સક્ષ્મ છે. યુવી પાજીએ 7 મેચોની 6 ઈનિંગમાં 64.67ની બેટિંગ એવરેજ સાથે 194 રન ફટકાર્યા હતા. જ્યારે, 170.18ની તેમની સ્ટ્રાઈક રેટ હતી. જે T20 ર્ફોમેટ માટે ખૂબ સારી ગણાઈ છે.
યુસુફ પઠાણ પોતાના સમયમાં લાંબા-લાંબા છક્કા મારવા માટે ફેમસ હતા. આજ વસ્તુ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં જોવા મળી. જેને જોતા એવું લાગે કે યુસુફ આજે પણ IPL રમવા માટે ફિટ છે. યુસુફે આખી સિરીઝમાં 5 મેચોમાં 139 રન માર્યા હતા અને 10 છક્કા લગાવ્યા હતા. જ્યારે, આખી સિરીઝમાં યુસુફે 14 ઓવર ફેંકી હતી અને 12.33ની બોલિંગ એવરેજ સાથે 9 વિકેટો લીધી હતી.
શ્રીલંકાના પુર્વ ઓપનિંગ બેટ્સમેન ઉપુલ થરંગા પોતાના સમયમાં વિસ્ફોટક બેટિંગમાં જાણીતા હતા. ત્યારે, આ સિરીઝમાં પણ તેમનો એવો જ વિસ્ફોટક અને ઘાતક અંદાજ જોવા મળ્યો હતો. તેમના ફોર્મને જોતા એવું લાગે છે કે, જો તેમને IPLમાં ચાન્સ અપાઈ તો તેઓ કોઈ પણ ટીમને સારી ઓપનિંગ આપી શકે છે. ઉપુલ થરંગાએ 6 મેચોમાં 118.50 ની બેટિંગ એવરજ સાથે 237 રન કર્યા હતા અને 4 મેચોમાં થરંગા અણનમ રહ્યા હતા. જેમાં, 1 મેચમાં થરંગા સેન્ચુરી માત્ર 1 રન દૂર રહ્યા હતા.
ઈંગ્લેન્ડના પુર્વ કેપ્ટન અને એક સમયના બેસ્ટ મિડલ ઓર્ડર બેટ્સમેન એવા કેવિન પીટરસને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં પોતાનો દમખમ બતાવ્યો બતો. જેને જોતા એક સમયે એવું લાગે કે આ સ્ટાર બેટ્સમેન આજે પણ કોઈ બોલર પર પોતાની આક્રમક બેટિંગથી ભારે પડી શકે છે. કેમ કે આ સિરીઝમાં તેમની સ્ટ્રાઈક રેટ જ આ વાતને બતાવી જાય છે. કેવિને 5 મેચોમાં 186.32ની સ્ટ્રાઈક રેટ 177 રન ફટકાર્યા હતા અને એક મેચમાં 75 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
આ શ્રીલંકન પ્લેયર આજે પણ દરેક ટીમ માટે એક ખોફનાક સપનું છે. દિલશાન હતા તો પોતાના સમયમાં એક આક્રમક ઓપનર પણ તેમની પાર્ટ ટાઈમ સ્પિન બોલિંગથી દિલશાને શ્રીલંકાને ઘણી હારેલી મેચોને જીતમાં તબદીલ કરી હતી. તેવું જ ઓલરાઉન્ડ પ્રદર્શન તેમનું આ સિરીઝમાં જોવા મળ્યું હતું. દિલશાને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં સૌથી વધુ વિકેટો પણ ઝડપી છે અને સૌથી વધારે રન પણ સ્કોર કર્યા છે. દિલશાને 8 મેચોમાં 12 વિકેટો ઝડપી છે અને 45.17ની બેટિંગ એવરેજ સાથે 271 રન કર્યા છે. ત્યારે, તેમનો આ ખેલ બતાવે છે કે આજે પણ તે તેટલા જ ફિટ અને સક્ષ્મ છે IPL રમવા માટે.