IPL 2023: આ દિગ્ગજ ગુજ્જુ ખેલાડીના IPL કરિયરનો આવી ગયો અંત? વાપસીના તમામ દરવાજા બંધ

Wed, 05 Apr 2023-4:43 pm,

ભારતીય ક્રિકેટમાં ટેસ્ટ ટીમની દીવાલ ગણાતા ચેતેશ્વર પૂજારાએ ભારત માટે અનેક વખત મહત્વની ઈનિંગ રમી છે. પરંતુ પૂજારા આઈપીએલમાં ક્યારેય સફળ થયા નથી. પૂજારાને આઈપીએલમાં વધુ રમવાની તક મળી નથી. 

પૂજારાએ આઈપીએલમાં ફક્ત 30 મેચ રમી છે. આ મેચોમાં પણ પૂજારા ફ્લોપ રહ્યા છે. પૂજારાના નામે આઈપીએલમાં ફક્ત 20.52ની સરેરાશથી 390 રન નોંધાયેલા છે. આઈપીએલમાં પૂજારાએ 99.74ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. જે ટી20 ક્રિકેટ પ્રમાણે ઘણા ઓછા છે.   

આઈપીએલ 2021 માટે ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમમાં તેઓ સામેલ હતા, પરંતુ આઈપીએલ 2022 અને હવે આઈપીએલ 2023માં પૂજારા કોઈ પણ ટીમનો હિસ્સો નથી. આઈપીએલ ઓક્શન 2023માં ચેતેશ્વર પૂજારાને કોઈ પણ ટીમે લીધા નહીં. આવામાં હવે ફરીથી તેમની આઈપીએલમાં એન્ટ્રી અશક્ય લાગી રહી છે. ધીરે ધીરે આઈપીએલ ટીમોએ આ સ્ટાર ખેલાડી તરફથી મોઢું ફેરવી લીધુ છે. 

ચેતેશ્વર પૂજારાએ આઈપીએલમાં ખુબ ઓછી મેચો રમી છે. પૂજારાએ વર્ષ 2010માં કોલકાતા નાઈટરાઈડર્સ તરફથી આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું. 2011થી 2013 સુધી તેઓ આરસીબીનો ભાગ રહ્યા. તેઓ ક્યારેય ટી20માં બેટથી કમાલ કરી શક્યા નહીં. આ કારણે કોઈ પણ ટીમે તેમને ખરીદવામાં રસ દાખવ્યો નહીં. પૂજારાએ આઈપીએલમાં 30 મેચોમાં 390 રન કર્યા છે. 2014માં તેમણે પોતાની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ તરફથી રમી હતી. ત્યારબાદ તેમને એક પણ મેચ રમવા મળી નહીં.   

ચેતેશ્વર પૂજારાની ધીમી બેટિંગ હંમેશા તેમના માટે ટી20 ફોર્મેટમાં ગેરફાયદો રહી છે. ટીકા થતી રહી છે. પૂજારા ટેસ્ટ ફોર્મેટના સ્પેશિયાલિસ્ટ ગણાય છે. અનેક વર્ષોથી તેઓ ફક્ત લાંબા ફોર્મેટમાં જ રમતા જોવા મળે છે. પૂજારાનો આઈપીએલ રેકોર્ડ ખુબ ખરાબ રહ્યો છે. આ કારણે કોઈ પણ ટીમે તેમને ખરીદવામાં રસ દાખવ્યો નહીં. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link