એક્ટ્રેસિસને પણ ઝાંખી પાડી દે તેવી છે ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓની પત્નીઓ, જુઓ તસવીરો
વિરાટ કોહલીની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને કોણ નથી જાણતું. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા હંમેશા ચર્ચામાં રહે છે. તે ઘણા વર્ષોથી સ્ટેડિયમમાં પહોંચીને કોહલીને પ્રોત્સાહિત કરતી જોવા મળે છે. જે ખૂબ જ વાયરલ છે. જ્યારે પણ અનુષ્કા મેદાનમાં આવે છે ત્યારે કેમેરાની નજર ચોક્કસ તેના પર જ રહે છે.
રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ હંમેશા સમાચારોમાં રહે છે. રિતિકા મેદાન પર રોહિત શર્મા માટે પ્રાર્થના કરતી જોવા મળે છે. ચાહકો તો રીતિકાને રોહિતનું ગુડ લક પણ માને છે. રિતિકા જ્યારે પણ મેદાન પર હોય છે ત્યારે મોટાભાગની મોટી ઇનિંગ્સ રોહિતના બેટમાંથી જોવા મળે છે. રિતિકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
જસપ્રીત બુમરાહના યોર્કરના દરેક લોકો દિવાના છે. પરંતુ સંજના ગણેશનને બુમરાહને પોતાનો ફેન બનાવ્યો હતો. જસપ્રિત બુમરાહે વર્ષ 2021માં જ ગોવામાં તેની ગર્લફ્રેન્ડ સંજના ગણેશન સાથે સાત ફેરા લીધા હતા. 31 વર્ષની સંજના મોડલ છે અને સ્પોર્ટ્સ એન્કર પણ છે. જસપ્રિત બુમરાહ ભલે આ સિઝનમાં રમતા જોવા ન મળે, પરંતુ સંજના ગણેશન આ સિઝનમાં ચોક્કસપણે દેખાઈ શકે છે.
જ્યારે ગ્લેમરની વાત કરવામા આવે છે, ત્યારે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક કેવી રીતે પાછળ રહી શકે છે. નતાશા તેની હોટનેસ માટે જાણીતી છે. એક બાળકની માતા હોવા છતાં તેના ગ્લેમરમાં કોઈ ઘટાડો થયો નથી. નતાશા ડાન્સર છે, હાર્દિક તેની પત્નીને તેનુ ગુડ લક માને છે. બંનેની સાથેની તસવીરો હંમેશા સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવે છે.
સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હંમેશા રમતની સાથે તેના જોક્સ માટે સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે. ચહલની પત્ની ધનશ્રી વર્મા તેની સુંદરતા ઉપરાંત તેના ડાન્સ માટે પણ ખેલાડીઓ અને ચાહકોમાં લોકપ્રિય છે. ઘણા ખેલાડીઓ સાથેના તેના ડાન્સના વીડિયો સોશિયલ સાઈટ પર ખૂબ પસંદ કરવામાં આવે છે.