Pics: ધોનીનું હડહડતું અપમાન કર્યાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ પહેલા જ આપી હતી ચેતવણી

Sat, 20 Apr 2024-2:25 pm,

મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેને લેતા જ પ્રશંસાના ફૂલો વરસાઈ જાય છે. ગમે તે મેદાન હોય, ગમે તે શહેર હોય, ગમે તે ટીમની સામે ઘર આંગણે રમે પણ જ્યારે મેદાનમાં ચેન્નાઈની ટીમ ઉતરે અને ધોનીની એન્ટ્રી થાય તો બધા બાજુ પર હડસેલાઈ જાય અને ધોનીના નામની ગૂંજ સાંભળવા મળતી હોય છે. એ એવો બેટર જેણે ઈન્ડિયન ક્રિકેટ ટીમથી લઈને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અનેક ટ્રોફીઓ પોતાની ટીમને એક કેપ્ટન તરીકે જીતાડી છે. પરંતુ દાયકાઓ જૂની કરિયરમાં એવી પણ કેટલીક પળો આવી જ્યારે તેમનું પરફોર્મન્સ એકદમ નીચે ગયું. આ વાત બધા સમજે છે કે દરેક હંમેશા એક જેવું પરફોર્મ કરી શકે નહીં. પણ ધોની સાથે જ્યારે એવું થયું તો જાણીતા લોકોએ સુધ્ધા તેમને નિશાન પર લેવામાં વિલંબ ન કર્યો. 

આવું જ કઈક જ્યારે આઈપીએલ ટીમના માલિકના ભાઈએ કર્યું તો એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ ખુબ જ સુંદરતાથી તેનો જવાબ આપ્યો હતો અને જે રીતે કર્મના સિદ્ધાંતની વાત કરી હતી તે હવે બિલકુલ સાચું પડતું જોવા મળ્યું છે. 

વાત જાણે એમ છે કે આ કિસ્સો વર્ષ 2017નો છે જ્યારે રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સે ધોની પાસેથી કેપ્ટનશીપ લઈને સ્ટીવ સ્મિથને આપી હતી. આ પ્રકારના નિર્ણય લેવાય તે ખુબ સામાન્ય છે પરંતુ જે પ્રકારે ટીમ ઓનર સંજીવ ગોયંકાના ભાઈ હર્ષ ગોયંકાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પૂર્વ કેપ્ટનને નીચું દેખાડ્યું હતું તેનાથી ફેન્સથી લઈને સાક્ષી ધોની સુદ્ધા અવાક થઈ ગયા હતા. 

હર્ષે લખ્યું હતું કે 'RPSvMI, સ્મિથે સાબિત કરી દીધુ કે જંગલનો અસલી રાજા કોણ છે. ધોનીને સંપૂર્ણ રીતે પાછળ છોડી દીધો. આ કેપ્ટનવાળી ઈનિંગ હતી. તેમને કેપ્ટન બનાવવા એ ખુબ સારો નિર્ણય હતો.' આ ટ્વિટ બાદ હર્ષે જો કે વિરોધનો વંટોળ ઉઠતા ડિલીટ પણ કરી નાખી હતી. ત્યારબાદ તેમણે ફરીથી એક ટ્વિટ કરી હતી તો તેમાં ટીમના બેટિંગ સ્ટેટસના આધાર પર ટોપ પ્લેયર્સની યાદી દેખાડવામાં આવી. જેમાં ધોનીની પોઝિશન ખુબ નીચે હતી. આ એકવાર ફરીથી એમએસ ધોની વિરુદ્ધ નેગેટિવ એટિટ્યૂડનો પુરાવો હતો. 

મહેન્દ્રસિંહ ધોની ક્યારેય આ પ્રકારની ચીજો પર રિએક્ટ કરતા જોવા મળ્યા નથી. પરંતુ તેમની પત્ની હંમેશા પતિ માટે સ્ટેન્ડ લેવામાં પાછળ હટતી નથી. ગોયંકાની પોસ્ટનો જવાબ આપતા સાક્ષીએ પહેલા તો ચેન્નાઈ સુપર કિંગ્સની જરસીમાં પોતાની તસવીર શેર કરી હતી. 

ત્યાર બાદ સાક્ષીએ કર્મનો સિદ્ધાંત પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે 'જ્યારે પક્ષી જીવતું હોય છે ત્યારે તે કીડી ખાય છે અને જ્યારે તે મરી જાય છે ત્યારે કીડી તેને ખાઈ જાય છે. સમય અને પરિસ્થિતિ કોઈ પણ સમયે બદલાઈ શકે છે. ક્યારેય કોઈને નીચું ન દેખાડો કે પછી દુ:ખ ન પહોંચાડો. બની શકે કે આજે તમારી પાસે તાકાત હોય, પરંતુ એ યાદ રાખો કે સમય તમારા કરતા પણ વધુ શક્તિશાળી છે. એક ઝાડથી લાખો માચિસની સળીઓ બની શકે છે પણ આખા જંગલને બાળવા માટે એક જ સળીની જરૂર હોય છે. તો સારા રહો અને સારું કરો.'

ધોની પર કટાક્ષ કરનારા હર્ષના ભાઈની ટીમ રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ એક પણ ફાઈનલ જીતી શકી નહીં કે ન તો અત્યાર સુધીમાં તેમની નવી ટીમ લખનઉ સુપર જાયંટ્સ કોઈ ટ્રોફી પોતાના નામે કરી શકી. જ્યારે થાલાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 ટ્રોફીઓ જીતી છે. 

આ એક બાજુ ગોયંકાના કમેન્ટ્સનો જડબાતોડ જવાબ સાબિત થયો તો બીજી બાજુ તેણે સાક્ષીના કર્મના નિયમની પોસ્ટને પણ સાચી સાબિત કરી  દીધી. 

સાક્ષીએ ભલે ગોયંકાને જવાબ આપ્યો હોય પરંતુ ધોનીએ શું કર્યું? તેમણે એ જ કર્યું જેની શિખામણ ગીતામાં અપાઈ છે. ગીતામાં વ્યક્તિને ફળની ચિંતા કર્યા વગર બસ પોતાના કર્મના માર્ગ પર ચાલતા રહેવાની શિખામણ અપાઈ છે. ધોનીએ પણ એ જ કર્યું. તે  બસ ક્રિકેટ માટે પોતાના પ્રેમને લઈને અડગ રહ્યા અને મહેનત કરતા ગયા તથા પોતાનું 100 ટકા આપતા રહ્યા. પરિણામ શું આવ્યું તે બધા જાણે છે. આ શિખામણને બધાએ અનુસરવી જોઈએ. પોતાના લક્ષ્યને તમારું બધું જ આપી દો. કોઈ નીચું દેખાડે કે પાછળ હટવાનું કહે તો પણ હાર ન માનો. તમારી મહેનત ક્યારેક તો રંગ ચોક્કસ લાવશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link