લોહીથી લથપથ હતો વોટસનનો ઘૂંટણ, છતાં CSKની જીત માટે લડતો રહ્યો

Tue, 14 May 2019-12:13 pm,

ચેન્નઈમાં વોટસનના સાથી ક્રિકેટર હરભજન સિંહે ખુલાસો કર્યો છે કે વોટસનના પગમાં ઈજા હતી અને સતત લોહી નિકળવા છતાં તે બેટિંગ કરતો રહ્યો. ટીમના સ્પિનર હરભજન પોતાની ઇન્સ્ટાગ્રામ (સ્ટોરી) પર લખ્યું શેન વોટસનના ઘુંટણમાં મોટી ઈજા હતી અને સતત લોહી નિકળી રહ્યું હતું.   

ભજ્જીએ જણાવ્યું કે વોટસને આ વાત ટીમના કોઈ ખેલાડીને ન જણાવી જ્યારે તે બેટિંગ કરતો હતો. ચેન્નઈની ટીમને આ વિશે ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે વોટસન રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. તેણે જણાવ્યું કે મેચ બાદ વોટસનના પગમાં છ ટાંકા આવ્યા. 

વોટસન ચેન્નઈ તરફથી ઓપનિંગ કરવા આવ્યો હતો અને અંતિમ ઓવરમાં આઉટ થઈને ગયો હતો. આ દરમિયાન તેણે 59 બોલમાં શાનદાર 80 રન બનાવ્યા હતા. 

ચેન્નઈ તરફથી તે એકમાત્ર એવો બેટ્સમેન રહ્યો જેણે ટીમને જીત અપાવવા માટે અંત સુધી સંઘર્ષ કર્યો. પરંતુ 20મી ઓવરના ચોથા બોલ પર તે ક્રુણાલ પંડ્યાનો શિકાર થયો. 

ફાઇનલ મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 8 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈ 148 રન બનાવી શક્યું હતું. આ સાથે મુંબઈ ચોથી વખત આઈપીએલનું ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ચેન્નઈને અંતિમ ઓવરમાં 9 રનની જરૂર હતી પરંતુ મલિંગાની અનુભવી બોલિંગ સામે વિપક્ષી બેટ્સમેનોએ ઘુંટણ ટેકવી દીધા હતા.  (તમામ ફોટો- IPL/BCCI)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link