IPL History: એક સીઝનમાં `હીરો` બીજી સીઝનમાં `ઝીરો` બની ગયા આ ખેલાડીઓ

Tue, 08 Sep 2020-11:32 am,

ઓસ્ટ્રેલિયાના ડાબા હાથનો ફાસ્ટ બોલર ડગ બોલિંગર વર્ષ 2010 અને 2012 વચ્ચે ચેન્નઈ સુપરકિંગ્સની ટીમમાં હતો. જ્યાં તેણે ચેન્નઈ માટે 2 ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. પોતાના આઈપીએલ કરિયરમાં તેણે 27 મેચમાં 18.72ની એવરેજથી 37 વિકેટ ઝડપી. ચોંકાવનારી વાત છે કે તેનો સારો રેકોર્ડ હોવા છતાં બોલિંગરને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. 

વર્ષ 2011મા ચેન્નઈ સુપરકિંગ્સ  (CSK) વિરુદ્ધ પંજાબ માટે મેચ વિનિંદ સદી ફટકાર્યા બાદ પોલ વલ્થાટી ખુબ ચર્ચામાં આવ્યો હતો. તે 2012 સુધી પંજાબનો એક મુખ્ય ખેલાડી રહ્યો, જ્યાં તે ઈનિંગની શરૂઆત કરતો હતો. વલ્થાટી તે કેટલાક ખેલાડીઓમાંથી એક હતો, જેણે એક આઈપીએલ મેચમાં 4 વિકેટ અને અડધી સદી ફટકારી છે. પરંતુ 2012ની સીઝન બાદ ન તો તેને પંજાબે કે કોઈ ટીમે ખરીદ્યો. પોતાના આઈપીએલ કરિયરમાં તેણે 23 મેચમાં 23ની એવરેજથી એક સદી અને એક અડધી સદીની સાથે 505 રન બનાવ્યા હતા.   

કોલકત્તા નાઇટ રાઇડર્સના આ પૂર્વ વિકેટકીપરે વર્ષ 2012ની ફાઇનલમાં ચેન્નઈ વિરુદ્ધ 48 બોલમાં 89 રનની મેચ વિનિંગ ઈનિંગ રમીને કોલકત્તાને ટ્રોફી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને આ ઈનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આગામી સીઝનમાં તે પોતાનું ફોર્મ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો, પછી કેકેઆરે તેને રિલીઝ કરી દીધો. વર્ષ 2015મા બિસ્લા આરસીબી સાથે જોડાયો, પણ તેને મેચ રમવાની તક ન મળી. એક મેચ દરમિયાન  બિસ્કાનો દ્રવિડ સાથે ટકરાવ થયો અને ત્યારથી તે બહાર છે. 

પંજાબના ગુગલી બોલર રાહુલ શર્માએ આઈપીએલ 2011ની સીઝનમાં પુણે વોરિયર્સ માટે ખુબ પ્રભાવશાળી બોલિંગ કરી. તેણે 14 મેચમાં 5.46ની ઇકોનોમી રેટથી 16 વિકેટ ઝડપી. રાહુલ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દમરાર પ્રદર્શન કરીને ચર્ચામાં આવ્યો હતો. આઈપીએલ 2011મા સારા પ્રદર્શનને કારણે તેને ભારતીય ટીમમાં રમવાની તક મળી અને તે ટીમ ઈન્ડિયા માટે 4 વનડે અને 2 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે.  ત્યારબાદ ખરાબ પ્રદર્શનને કારણે તે આઈપીએલ અને ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો.   

આઈપીએલની પ્રથમ સીઝનમાં જ્યાં મોટા ભાગના ખેલાડીઓએ સફળતાનો મંત્ર શોધવા માટે સંઘર્ષ કર્યો, તો ગોવાના યુવા વિકેટકીપર બેટ્સમેન સ્વપ્નિલ અસનોડકરે અનુભવી ગ્રીમ સ્મિથની સાથે ધમાકેદાર શરૂઆત કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા. તેણે 9 મેચમાં 34.55ની એવરેજ અને 133.47ની સ્ટ્રાઇક રેટથી કુલ 311 રન બનાવ્યા. પરંતુ અસનોડકર આગામી સીઝનમાં ફેલ રહ્યો, કારણ કે તેણે 11 મેચમાં માત્ર 112 રન બનાવ્યા હતા. તેનું ખરાબ ફોર્મ યથાવત રહ્યું અને આઈપીએલમાંથી બહાર થઈ ગયો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link