IPLના મેગા ઓક્શનમાં આ 5 બોલર કરશે કરોડોની કમાણી..! યોર્કર ફેંકવામાં છે માહિર
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આઈપીએલ 2024માં સૌથી મોંઘો ખેલાડી હતો. જેમને 24.75 કરોડ મળ્યા હતા. આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં તેના પર ઘણી મોટી બોલી લાગવાની સંભાવના છે. દક્ષિણ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર કગિસો રબાડાને આઈપીએલમાં 117 વિકેટ લીધી છે. તે પણ આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં કોઈ પણ ટીમ માટે પહેલી પસંદ હોય શકે છે.
ભારતીય ટીમના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરમાંથી એક મોહમ્મદ શમીએ આઈપીએલ 2023માં પર્પલ કેપ જીતી હતી. આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં કોઈ પણ ટીમ માટે સરળ વિકલ્પ હોય શકે છે. ન્યૂઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ હાલ પણ T-20 ફોર્મેટમાં શ્રેષ્ઠ બોલરમાંથી એક છે અને આઈપીએલ 2025 ઓક્શનમાં કોઈ પણ ટીમ માટે એક મજબૂત વિકલ્પ બની શકે છે.
ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં સૌથી મોંઘો ફાસ્ટ બોલર બની શકે છે. ડાબા હાથથી આ બોલરે દક્ષિણ આફ્રિકાની સામે સેન્ચુરિયન T-20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું
આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શન છતાં પંજાબ કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવેલ ડાબા હાથના ફાસ્ટ બોલરે રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે ઓક્શન માટે નોંધણી કરાવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઘણી ફ્રેન્ચાઇઝી તેને સામેલ કરવા માટે બોલી લગાવાની રેસમાં સામેલ હશે. અર્શદીપે IPLમાં 65 મેચ રમીને 76 વિકેટ લીધી છે.
આ સિવાય એક એવું નામ પણ છે જે નિઃશંકપણે આ રાઉન્ડમાં પ્રથમ વખત સામેલ થયું છે, પરંતુ ફાસ્ટ બોલરોની વચ્ચે તે એક મોટું નામ છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર એન્ડરસને આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે પહેલીવાર આઈપીએલના ઓક્શન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે આઈપીએલના મેગા ઓક્શનમાં રૂ. 1.25 કરોડની બેસ પ્રાઈસ સાથે સામેલ થયો છે. જો કે, T20 ક્રિકેટમાં લાંબા વિરામ બાદ આ બોલર પર કઇ ફ્રેન્ચાઇઝી વિશ્વાસ કરે છે, તેથી આ ઓક્શન ખૂબ જ રસપ્રદ બની રહી છે.