IPOs Ahead: આ સપ્તાહે ખુલશે 6 નવા આઈપીઓ, 5 શેરનું થશે લિસ્ટિંગ

Sun, 25 Feb 2024-10:30 pm,

શેર બજારમાં આ સપ્તાહે પણ આઈપીઓની ધૂમ યથાવત રહેવાની છે. સપ્તાહ દરમિયાન 6 નવા આઈપીઓ લોન્ચ થવાના છે, જ્યારે 5 નવા શેરનું બજાર પર લિસ્ટિંગ થવાનું છે. આગામી આઈપીઓથી કંપનીઓ સપ્તાહ દરમિયાન 3 હજાર કરોડથી વધુની રકમ ભેગી કરવાની છે. 

26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા સપ્તાહ દરમિયાન મેનબોર્ડ પર 3 આઈપીઓ આવશે. તેમાં પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ, એક્સિકોમ ટેલી સિસ્ટમ્સ અને ભારત હાઈવેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના આઈપીઓ સામેલ છે. આ ત્રણેય આઈપીઓની કુલ સાઇઝ 3 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. તો એસએમઈ સેગમેન્ટમાં પૂર્વા ફ્લેક્સીપેક, ઓવેસ મેટલ એન્ડ મિનરલ પ્રોસેસિંગ અને એમવીકે એગ્રો ફૂડ પ્રોડક્ટના આઈપીઓ આવી રહ્યાં છે.

એક્સિકોલ ટેલી સિસ્ટમ્સનો આઈપીઓ 429 કરોડ રૂપિયાનો છે. આ આઈપીઓ 27 ફેબ્રુઆરીએ ઓપન થઈ રહ્યો છે અને 29 ફેબ્રુઆરીએ બંધ થશે. આઈપીઓમાં 329 કરોડ રૂપિયાના શેરનો ફ્રેશ ઈશ્યૂ અને 70.42 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ સામેલ છે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 135 રૂપિયાથી 142 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. તેના એક લોટમાં 100 શેર સામેલ છે.  

પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ પણ 27 ફેબ્રુઆરીએ ખુલશે અને 29 ફેબ્રુઆરીએ બંધ થશે. 235 કરોડ રૂપિયાનો આ આઈપીઓ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈક્વિટી ઈશ્યૂ છે. તેની પ્રાઇઝ બેન્ડ 162-171 રૂપિયા છે. તો આ સપ્તાહનો સૌથી મોટો આઈપીઓ ભારત હાઇવેઝ ઇનવિટનો છે, જેની સાઇઝ 2500 કરોડ રૂપિયાની છે. આઈપીઓ 28 ફેબ્રુઆરીએ ખુલશે અને 1 માર્ચે બંધ થશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 90-100 રૂપિયા છે.   

એસએમઈ સેગમેન્ટમાં ઓવેસ મેટલનો 40 કરોડ રૂપિયાનો આઈપીઓ 26 ફેબ્રુઆરીએ ખુલશે. પૂર્વા ફ્લેક્સીપેકનો આઈપીઓ 27 ફેબ્રુઆરીએ ખુલશે. તેની સાઇઝ 40 કરોડ રૂપિયા છે. તો એમવીકે એગ્રો ફૂડ પ્રોડક્ટનો 66 રૂપિયાનો આઈપીઓ 29 ફેબ્રુઆરીએ ખુલશે. સપ્તાહ દરમિયાન જુનિપર હોટલ્સ, જીપીટી હેલ્થકેર, ડીમ રોલ ટેક, ઝેનિથ ડ્રગ્સ અને સાધવ શિપિંગના શેરનું લિસ્ટિંગ થવાનું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link