Success Story: એક સમય એવો હતો કે ઓછા માર્ક્સના કારણે શાળામાંથી કાઢી મૂકાયા હતા, આ રીતે પાસ કરી UPSC પરીક્ષા

Tue, 27 Jul 2021-7:24 am,

ઈન્ડિયા ન્યૂઝના રિપોર્ટ મુજબ આકાશ કુલહરિએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બાળપણમાં તેઓ અભ્યાસમાં ખુબ નબળા હતા અને અનેકવાર માતા પિતાએ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે '10માં ધોરણનું પરિણામ આવ્યા બાદ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પરંતુ મે હાર ન માની'. (તસવીર-એએનઆઈ)

આકાશ કુલહરિનો પ્રાથમિક અભ્યાસ બીકાનેરની એક શાળાથી શરૂ થયો હતો. વર્ષ 1996માં તેમણે માત્ર 57 ટકા સાથે 10મું ધોરણ પાસ કર્યું હતું. આટલા ઓછા માર્ક્સ આવ્યા બાદ શાળાએ તેમને કાઢી મૂક્યા અને 11માં ધોરણમાં પ્રવેશ ન આપ્યો (તસવીર-અલીગઢ પોલીસ ટ્વિટર)

10માં ધોરણમાં ઓછા માર્ક્સ આવ્યા બાદ આકાશ કુલહરિના પિતાએ ખુબ મહેનત કરીને કેન્દ્રીય વિદ્યાલય બીકાનેરમાં એડમિશન કરાવ્યું. ત્યારબાદ આકાશે પણ ખુબ મહેનત કરી અને 12માં ધોરણમાં 85 ટકા માર્ક્સ મેળવ્યા. ત્યારબાદ તેમણે 2001માં દુગ્ગલ કોલેજ બીકાનેરમાંથી બીકોમ અને દિલ્હીની જેએનયુથી સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સ વિષયથી એમકોમ કર્યું. (તસવીર-ફેસબુક)

જેએનયુમાં અભ્યાસ દરમિયાન આકાશ કુલહરિએ યુપીએસસી માટે તૈયારી શરૂ કરી દીધી હતી અને વર્ષ 2006માં પહેલા જ પ્રયત્નમાં સિવિલ સર્વિસિઝની પરીક્ષા પાસ કરી લીધી. આ દરમિયાન 2005માં તેમણે જેએનયુથી જ એમફિલ પણ કર્યું. (તસવીર- અલીગઢ પોલીસ ટ્વિટર)

આકાશ કુલહરિએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગ્રેજ્યુએશન બન્યા બાદ મારી સામે કરિયરના બે વિકલ્પ હતા. પહેલો એ કે હું એમબીએ કરીને કોર્પોરેટ સેક્ટરમાં નોકરી  કરું અને બીજો વિકલ્પ એ હતો કે સિવિલ સર્વિસિસની તૈયારી કરું. મારી માતા ઈચ્છતી હતી કે મારા બાળકો અધિકારી બની દેશની સેવા કરે, આથી મે માતાની ઈચ્છાને સન્માન આપી સિવિલ સેવાઓની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. મને પહેલા જ પ્રયત્નમાં સફળતા મળી તો નાના ભાઈએ પણ આ રસ્તો પસંદ કર્યો અને તે પણ આજે એક અધિકારી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link