MOBILE: આવી ગયો મોબાઈલની દુનિયાનો `જેમ્સ બોન્ડ`, ખાસિયતો જોઈને તમે થઈ જશે ખરીદવાની ઈચ્છા

Thu, 14 Jan 2021-11:37 am,

iQOO7માં 6.62 ઈંચની ફુલ HD+(1080*2400) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનનો સ્ક્રિન ટુ બોડી રેશિયો 91.4% છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જ્યારે ટચ સેંપ્લિંગ રેટ 300Hz છે. ફોન 2 વેરિયંટમાં મળશે. જેમાં પહેલા વેરિયંટમાં 8GB રેમ અને 128GB UFS 3.1 ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. જ્યારે બીજા વેરિયંટમાં 12GB LPDDR5રેમ અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. 

ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 48 મેગાપિક્સલ(f/1.79)નો પ્રાઈમરી કેમેરો, 13 મેગાપિક્સલ(f/2.2)નો અલ્ટ્રાવાઈડ લેન્સ(120 ડિગ્રી વાઈડ એંગલ) અને 13 મેગાપિક્સલ(f/2.4)નો પોટ્રેટ લેન્સ આપવામાં આવ્યો છે. 48મેગાપિક્સલના કેમેરામાં સુપર વીડિયો સ્ટેબિલાઈઝેશનનું ફિચર પણ છે. બીજી તરફ ફોનના ફ્રંટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. 

 

iQOO7 સ્માર્ટફોનમાં 2000mAHની 2 બેટરી ફીટ કરવામાં આવી છે. એટલે ફોનમાં 4000mAHની લોન્ગ લાસ્ટિંગ બેટરી મળશે. ફોનમાં 120Wનો ફ્લેશ ચાર્જિંગ સપોર્ટ છે. કંપનીએ દાવો કર્યો છે કે માત્ર 15 મિનિટમાં ફોન ફુલ ચાર્જ થઈ જશે જે 15.4 કલાકનો બેટરી બેકઅપ આપશે.

આ સ્માર્ટફોનમાં પ્રેશર સેંસિટિવ ડિસ્પ્લે આપવામાં આવી છે અને કંપની ગેમિંગને ધ્યાને રાખી ફોન બનાવ્યો છે. ડિસ્પ્લે HDR10+ સર્ટિફાઈડ છે. iQOO7માં એન્ડ્રોઈડ 11 બેઝ્ડ OriginOS આપવામાં આવ્યું છે. ફોનમાં 5G, 46 VoLTE, Wi-Fi, Bluetooth v5.2, GPS/A-GPS, NFC અને ટાઈપ C સપોર્ટ છે. ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. 

iQOO7 સ્માર્ટફોન 3 કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં લાઈટ બ્લૂ, બ્લેક અને વ્હાઈટમાં BMW M Sport ડિઝાઈન સામેલ છે. ફોનનું 8GB/128GB વેરિયંટ 43,100ની કિંમતથી શરૂ થાય છે. જ્યારે 12GB/256GB વેરિયંટ 47,600ની કિંમતથી શરૂ થાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link