Iran ના આ ટોપ 5 ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ફરવાનું ચૂકતા નહી, ભારતીય માટે વીઝા બિલકુલ ફ્રી

Wed, 07 Feb 2024-11:18 am,

યજ્દ (Yazd) શહેરની પોતાની ખાસ સુંદરતા છે, અહીંના જૂના મકાનો અને આર્કિટેક્ચર તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. આ સ્થાન પર તમે અમીર ચખ્માક કોમ્પ્લેક્સ (Amir Chakhmaq Complex), યઝદની જામેહ મસ્જિદ (Jameh Mosque of Yazd), દોલત આબાદ ગાર્ડન (Dowlat Abad Garden), યઝદ અતશકાદેહ (Yazd Atashkadeh) જોઈ શકો છો.

તેહરાન (Tehran) શહેર ઈરાનની રાજધાની છે જ્યાં ઘણી ઐતિહાસિક ઈમારતો આવેલી છે. અહીં તમે ધ ગ્રાન્ડ બજાર (The Grand Bazaar), ઈરાનનું નેશનલ મ્યુઝિયમ (National Museum of Iran), ગુલિસ્તાન પેલેસ (Golestan Palace), સાદાબાદ કોમ્પ્લેક્સ (Sa’dabad Complex) અને આઝાદી ટાવર (Azadi Tower) ની મુલાકાત લઈ શકો છો. આ સિવાય તમે તોચલ ​​અને ડારબંદની એક દિવસીય સફર પર જઈ શકો છો.

ઈરાનનું તબરીઝ (Tabriz) શહેર તેની અઝેરી સંસ્કૃતિ માટે જાણીતું છે, અહીં તમે ફરવા સિવાય ખરીદી કરવા પણ જઈ શકો છો. શાહ ગોલી (Shah Goli), બ્લુ મસ્જિદ (Blue Mosque), તબરીઝનું બજાર (Bazaar of Tabriz), અઝરબૈજાનનું મ્યુઝિયમ (Azerbaijan Museum). આ શહેરનું આહલાદક હવામાન ચોક્કસપણે તમને શાંતિ આપશે, આ સિવાય શહેરની ટ્રાંસપોર્ટ સુવિધા પણ સારી છે.

ઈરાનનો પ્રવાસ મશહાદ (Mashhad) વિના અધૂરો છે, તે આ દેશનું બીજું સૌથી મોટું અને પવિત્ર શહેર છે. અહીં તમે ઈમામ રેઝા દરગાહ (Imam Reza Shrine), બાબા ખોદરત ટૂરિસ્ટ કોમ્પ્લેક્સ (Baba Ghodrat Tourist Complex) અને ગોલ્ડન આર્ક (Golden Arch) જોઈ શકો છો. આ સાથે કેસર અને કાર્પેટનું પણ ઉત્તમ બજાર છે.

ઈસ્ફહાન (Isfahan) ઈરાનનું ટોચનું પર્યટન સ્થળ છે, જ્યાં ઘણી જૂની ઈસ્લામિક ઈમારતો છે, અહીં તમે નક્શ-એ જહાં સ્ક્વેર (Naqsh-e Jahan Square), ઈમામ શાહ મસ્જિદ (Imam Shah Mosque), અલી કાપુ પેલેસ (Ali Qapu Palace), શેખ લોતફોલ્લા મસ્જિદ (Sheikh Lotfollah Mosque) જોઈ શકો છો. આ ઉપરાંત, પર્શિયન ગાર્ડન આ શહેરને ખૂબ જ સુંદર અનુભૂતિ આપે છે. અહીંના બજારમાંથી સ્થાનિક હેડિંક્રાફ્ટ્સ ખરીદવાનું ભૂલશો નહીં.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link