કાન પકડીને ઉઠક-બેઠક કરવાની સજા કેમ આપવામાં આવે છે? ખબર પડી ગયું કારણ

Thu, 24 Jun 2021-6:53 pm,

શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કોઇને કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવવાની સજા કેમ ફટકારવામાં આવે છે? નહી ના? આમ તો આ પ્રશ્ન તો ઇંસ્ટ્રેસ્ટિંગ છે પરંતુ જવાબ કદાચ જ ખબર હશે. તો ચાલો આજે અમે તમને જણાવીએ તેના વિશે... 

તમને જણાવી દઇએ કે ઉઠક-બેઠક ફક્ત ક્લાસરૂમમાં બાળકોને આપવામાં આવતી પનિશમેન્ટ જ નથી પરંતુ ઘણા લોકો પ્રાર્થના સમયે પણ આમ કરે છે. દક્ષિણ ભારતના મંદિરોમાં તો આજે પણ આ પ્રથા ખૂબ પ્રચલિત છે. એટલું જ નહી ઘણીવાર તમે પોલીસને પણ રસ્તા પર કેટલાક લોકોને કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવે છે. કોરોનાકાળમાં લોકડાઉનના નિયમ તોડવાનારને પણ પોલીસ ઉઠક-બેઠક કરાવે છે. તમને જણાવી દઇએ કે આ પનિશમેન્ટની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ છે. 

માનવામાં આવે છે ઉઠક-બેઠક કરવાથી ધ્યાન કેંદ્રીત કરવામાં મદદ મળે છે. તેનાથી યાદશક્તિ પણ સારી રહે છે. ઉઠક-બેઠક કરવાથી મગજના કેટલાક ભાગ એક્ટિવ થઇ જાય છે. તમે જોયું હશે કે આજેપણ લોકો કસરત અને વ્યાયામ દરમિયાન ઉઠક-બેઠક જરૂર કરે છે. ઉઠક-બેઠક પેટની આસપાસની ચરબીને પણ ઓછી પણ ઓછી કરવામાં મદદ કરે છે. 

આ વિષય પર ઘણા રિસર્ચ પણ કરવામાં આવ્યા છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 1 મિનિટ સુધી કાન પકડીને ઉઠક-બેઠક કરવાથી આલ્ફા વેવ્સની એક્ટિવિટી વધી જાય છે. કાન પકડવાથી લોબ્સ દબાઇ છે અને એક્યૂપ્રેશરના મુજબ બ્રેન અથનો જમણો અને ભાગ ભાગ એક્ટિવેટ થાય છે.  

વધુ એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે કાન પકડીને ઉઠક-બેઠક કરવાથી બ્રેનમાં ઇલેક્ટ્રોકલ એક્ટિવિટી વધી જાય છે. આ તમામ ફાયદોને જાણ્યા બાદ ઘણી સ્કૂલોએ તેને બાળકોને પનિશમેન્ટ આપવા તરીકે અપનાવી. 

તમને જાણીને આશ્વર્ય થશે કે અમેરિકાની સ્કૂલોમાં કાન પકડીને ઉઠક-બેઠક કરવામાં બાળકોની રૂચિ વધારવા માટે વર્કશોપ પણ કરવામાં આવે છે. સ્કૂલોએ તેને 'સુપર બ્રેન યોગ'નું નામ આપ્યું છે. બાળકો જ કેમ મોટાને પણ આ યોગ નિયમિત રીતે કરવા જોઇએ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link