Relationship Tips: ક્યાંક પાર્ટનર તમને દગો તો નથી કરતો ને! આ રીતે ચેક કરો લોયલ્ટી
Relationship Tips:આજકાલ રિલેશનશીપમાં દગો આપવો એ સામાન્ય બની ગયું છે. પરંતુ તેના કારણે અન્ય વ્યક્તિ સંપૂર્ણપણે તૂટી જતી હોય છે અને ડિપ્રેશનમાં પણ જતા હોય છે. આવામાં જો તમને પણ એવું લાગે કે તમારો બોયફ્રેન્ડ કે પછી ગર્લફ્રેન્ડ તમને ચીટ કરી રહ્યા છે તો તમે આ રીતે તે જાણી શકો છો.
જ્યારે કપલ્સ રિલેશનશીપમાં હોય છે તો નિર્ણય મ્યુચ્યુઅલ લે છે પરંતુ જો તમારો પાર્ટનર તમારા નિર્ણયને જરાય ભાવ ન આપે અને દરેક જગ્યાએ પોતાની રીતે જ નિર્ણય લે તો સમજી લેવું કે દાળમાં કાળું છે.
જ્યારે તમારો પાર્ટનર તમારી વાતોને મહત્વ ન આપે કે તમારા વચ્ચે અંડરસ્ટેન્ડિંગ ઓછી થવા લાગે તો સમજી લેવું કે તમારો સંબંધ ખતમ થવાની કગાર પર છે.
જો તમારા પાર્ટનર તમારી વાતને ના પાડ્યા કરે અને તમારી સાથે ક્યાંક જવામાં કે મળવામાં ખચકાય તો સમજી લેવું કે તેની લાઈફમાં કોઈ બીજુ છે જેને તે મહત્વ આપે છે.
જો તમારા પાર્ટનર કમિટમેન્ટથી ગભરાતા હોય કે પછી એ મુદ્દે વાત કરવામાં ખચકાય તો તમારો સંબંધ આગળ જઈને ખતમ થઈ શકે છે.
જો તમારા પાર્ટનર તમને ખોટું બોલીને મિત્રો સાથે પાર્ટી કરે કે ટ્રિપ પર ક્યાંક જાય છે. તમને સમય નથી આપતા અને બીજી બધી વસ્તુઓમાં બીઝી રહે તો આ તમારા માટે ખતરાની ઘંટી છે.