અઢળક સંપત્તિના માલિક છે Mukesh Ambaniના ત્રણેય વેવાઈ, જાણો કોણ છે સૌથી વધુ અમીર
ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. થોડા મહિના પહેલા જ તેઓ ટ્વીન્સ બાળકોના માતા-પિતા બન્યા છે. ઈશા અંબાણીના સસરા અને આનંદ પીરામલના પિતાનું નામ અજય પીરામલ છે. ફોર્બ્સની યાદી અનુસાર અજય પીરામલની કુલ સંપત્તિ 24,825 કરોડ રૂપિયા છે.
આકાશ અંબાણીએ 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે જેનું નામ પૃથ્વી અંબાણી છે. શ્લોકા મહેતાના પિતાનું નામ રસેલ મહેતા છે. રસેલ દેશના ટોચના ડાયમન્ડના ઉદ્યોગપતિ છે. તેઓ રોઝી બ્લુ કંપનીના એમડી છે. રસેલ મહેતાની કુલ સંપત્તિ 3000 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમની કંપનીનો બિઝનેસ 12 દેશોમાં ફેલાયેલો છે.
19 જાન્યુઆરી 2023 ના રોજ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી. રાધિકા મર્ચન્ટના પિતાનું નામ વિરેન મર્ચન્ટ છે. તેઓ એનકોર હેલ્થકેર કંપનીના સીઈઓ છે. તેમની કુલ સંપત્તિ 755 કરોડ રૂપિયા છે.