Isha Ambani Wedding : પ્રણવ મુખર્જી, બચ્ચન પરિવાર, પ્રિયંકા નિક સહિતના મહેમાનોનું આગમન
ઐશ્વર્યા અને અભિષેકે ઉદયપુરમાં અંબાણી પરિવારના ફંક્શનમાં જોરદાર વસ્તી કરી હતી અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. હવે એશ અને અભિશેક પોતાની લાડલી દીકરી આરાધ્યા સાથે લગ્નમાં કંઈ આવી સ્ટાઈલમાં આવી પહોંચ્યા હતા.
તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી પ્રિયંકા ચોપડા આ લગ્નમાં પોતાના પતિ નિક જોનસ સાથે આવી પહોંચી હતી. રવિવારે ઉદયપુરમાં ઈશા અંબાણીના સંગીત સમારોહમાં ભાગ લીધા બાદ આ જોડી એક મિની હનુમાન માટે દેશના બહાર ગઈ હતી. જોકે, લગ્નસમારોહમાં હાજરી આપવા માટે કપલ પાછું ભારત આવી ગયું છે. (ફોટો સાભારઃ@priyankachopra/Instragram)
અમિતાભ બચ્ચન પણ આ લગ્નમાં પુત્રી શ્વેતા બચ્ચન, પત્ની જયા બચ્ચન અને દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે પહોંચ્યા હતા. આ અગાઉ બચ્ચન પરિવાર કંઈક આ અંદાજમાં જોવા મળ્યો. (ફોટો સાભારઃ Instagram)
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રમવ મુખરજી અને અમેરિકાના ફર્સ્ટ લેડી રહી ચૂકેલા હિલેરી ક્લિન્ટને પણ આ લગ્નમાં હાજરી આપી હતી.
આજે ઈશા સાથે લગ્ન કરવા માટે આવી પહોંચેલા વરરાજા આનંદ પીરામલે કેમેરાને જોતાં જ પોતાનું મોઢું ઓશિકાની પાછળ સંતાડી દીધું હતું.
આનંદ પીરામલે કારમાં એન્ટ્રી કરી હતી. ફોટામાં તેનો માત્ર ગોલ્ડન સહેરો જ જોવા મળ્યો છે.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના ઘરે કંઈક આ અંદાજમાં વાજતે-ગાજતે જાન પહોંચી હતી.
મુકેશ અંબાણીના ઘરે આવેલી જાનનું સ્વાગત કરવા માટે કંઈ આ રીતે નર્તકીઓ વિશેષ વેશભૂષામાં જોવા મળી હતી.
મુકેશ અંબાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ હોવાને કારણે તેમના સંબંધો પણ એટલા વિશાળ છે. એટલે તેમના ત્યાં VVIP મહેમાનોની જાણે કે લાઈન લાગી હતી.
ઈશાની થનારી ભાભી શ્લોકા મહેતા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી અને અનેક સગા-સંબંધીઓ એન્ટાલિયાના ગેટ પર મહેમાનોનું સ્વાગત કરવા માટે રાહ જોતા દેખાયા હતા.
સામાન્ય રીતે લગ્ન સમારોહમાં વરરાજા ઘોડા પર બેસીને એન્ટ્રી મારતો હોય છે. અહીં ઈશાના બંને ભાઈ આકાશ અને અનંત અંબાણીએ ઘોડા પર બેસીને એન્ટ્રી મારી હતી. આ જોઈને બધા જ ખુશ થઈ ગયા હતા. . (તમામ ફોટો સાભાર- Yogen Shah).