Israel-Hamas War: હમાસના રોકેટ હુમલા પહેલા ઈઝરાયેલે કરેલી 4 ભૂલ...જે ભારે પડી ગઈ, આયર્ન ડોમ પણ બચાવી ન શક્યું

Thu, 12 Oct 2023-3:38 pm,

હમાસના પ્લાનિંગ આગળ ઈઝરાયેલની ચૂકની કહાની આ રિપોર્ટમાં જાણો. 7 સપ્ટેમ્બર શનિવારના રોજ હમાસના હુમલાના ગણતરીના સમય પહેલા જ એક એલર્ટ મળી હતી. ઈઝરાયેલ ગુપ્તચર એજન્સીઓએ ગાઝા બોર્ડર પર હરકત જોઈ હતી. જેની જાણકારી બોર્ડર પર તૈનાત સૈનિકો સુધી પહોંચાડવામાં આવી પરંતુ આ ચેતવણી પર સૈનિકોએ ન તો કોઈ એક્શન લીધુ કે ન તો રિએક્ટ કર્યું. ઈઝરાયેલની આ પહેલી અને સૌથી મોટી ભૂલ સાબિત થઈ. 

અઠવાડિયા પહેલા પણ ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ દક્ષિણમાં પગપેસારો કરી રહેલા હમાસને લઈને કોઈ નક્કર પગલાં ત્યારે પણ લીધા નહીં. ઉલ્ટું હમાસ પર ધ્યાન આપવાની જગ્યાએ ઉત્તર સરહદે લેબનોનની સરહદ પર સુરક્ષા ચુસ્ત કરાઈ. ઈઝરાયેલની આ બીજી મોટી ભૂલ હોવાનું કહેવાઈ રહ્યું છે. 

ઈઝરાયેલની ત્રીજી ભૂલ એ હતી કે થોડા સપ્તાહ પહેલા જ ઈઝરાયેલી ગુપ્તચર એજન્ટોએ હમાસના આતંકીઓનો એક ફોન કોલ ટેપ કર્યો હતો. જેમાં હમાસના આતંકી ઈઝરાયેલ પર હુમલાની વાત કરતા હતા. પરંતુ તેમણે તેના પર ધ્યાન આપ્યું નહીં. જો કે હવે ગુપ્તચર વિભાગ હમાસના હુમલા બાદ આ કોલ્સની તપાસ કરી રહ્યો છે. 

હમાસના હુમલા સમયે ચોથી ભૂલ દક્ષિણ સરહદ પર સેનાની કમી સાબિત થઈ. કારણ કે હમાસ પર નિગરાણી માટે ઈઝરાયેલી સેના સંપૂર્ણ રીતે  હાઈટેક કેમેરા, સેન્સર અને સેન્સરથી કામ કરતી મશીનગન્સ પર નિર્ભર હતી. આવામાં જ્યારે હમાસના આતંકી સરહદ પર થયેલી ફેન્સિંગને તોડીને ઘૂસ્યા તો ઈઝરાયેલ તેમને રોકવામાં નબળું સાબિત થયું. 

ઈઝરાયેલના ઈતિહાસમાં આવું બીજીવાર બન્યું છે કે જ્યારે સુરક્ષાતંત્ર આટલા મોટા પાયે ફેલ ગયું. આ અગાઉ 1973માં પણ ઈન્ટેલિજન્સ તંત્ર ફેલ ગયું હતું. હુમલો સંપૂર્ણ પ્લાનિંગ સાથે થયો તે તો નક્કી છે. હુમલા પાછળ ક્યાં ચૂક થઈ તેની તપાસ વર્ષો સુધી ચાલશે. પરંતુ લેટેસ્ટ સ્થિતિમાં ઈઝરાયેલે સૌથી વધુ પોતાની દક્ષિણ સરહદ પર ઘૂસણખોરીને વધુ કંટ્રોલમાં લેવાની જરૂર છે અને ઈઝરાયેલની અંદર ઘૂસેલા હમાસના આતંકીઓને ખદેડવાનો પડકાર છે. આ સાથે જ હમાસની કેદમાંથી પોતાના નાગરિકોને છોડાવવાનો પડકાર તેનાથી પણ મોટો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link