ISROની વધુ એક મોટી સફળતા, દેશનું સૌથી શક્તિસાળી ઇમેજિંગ સેટેલાઇટ કરી લોન્ચ
HySISના પ્રક્ષેપણને 17 મિનિટ 27 સેકંડ બાદ કક્ષામાં છોડવામાં આવ્યાં હતાં. જે રીતે ઉપગ્રહ ધ્રુવીય સૂર્ય-સમન્વય કક્ષામાં છોડવામાં આવ્યા, ઇસરો પ્રમુખ કે.સિવન અને અવકાશ એજન્સીના અન્ય વૈજ્ઞાનિકો ઉત્સાહિત જોવા મળ્યા હતા.
જોકે, લોન્ચ દરમિયાન, વૈજ્ઞાનિકોએ 30 અન્ય ઉપગ્રહોને કક્ષામાં છોડવામાં માટે ચોથા સ્તરના એન્જિનને ફરીથી ચલાવવું પડ્યું હતું. એક અધિકારીના જણાવ્યા અનુસાર 636.3 કિલોમીટરની ઉંચાઇ પર પૃથ્વી અવલોકન ઉપગ્રહ અલગ થયા બાદ ચૌથા સ્તરનું એન્જિન બંધ થઇ ગયું હતું. વૈજ્ઞાનિકોએ 30 ઉપગ્રહોને ધ્રુવીય સૂર્ય-સમન્વય કક્ષા (પોલસ સન સિંક્રોનસ ઓર્બિટ)માં એક-એક કરી છોડવામાં માટે ઉંચાઇને 636 કિલોમીટરથી ઘટાડીને 504 કિલોમીટર કરવી પડી હતી.
આ મિશન ઇસરોનું સૌથી લાંબુ મિશનમાંથી એક હતું. આ રીતનું એક અભિયાન ત્યારે સંચાલિત કરવામાં આવ્યું હતું જ્યારે વૈજ્ઞાનિકોએ દેશના વાતાવરણ ઉપગ્રહ એસકેટસેટ-1 અને અન્ય દેશોના 5 ઉપગ્રહોને 25 સપ્ટેમ્બર 2016માં બે જૂદી જૂદી કક્ષાઓમાં છોડવામાં આવ્યા હતા.
ઇસરો દ્વારા વિકસિત ભૂમિ અવલોકન ઉપગ્રહ હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ (HySIS) PSLV C-43 મિશનનો પ્રમુખ ઉપગ્રહ છે. ઇસરોએ જણાવ્યું કે અવકાશયાનનું વજન લગભગ 380 કિલોગ્રામ છે અને 97.9 57 ડિગ્રી વલણ સાથે 636 કિલોમીટર ધ્રુવીય સૂર્ય-સમન્વય કક્ષામાં છોડવામાં આવ્યો હતો. હિસઆઇએસના મિશન સમય 5 વર્ષનો હતો અને તેનો મુખ્ય ઉદેશ્ય વિદ્યુત ચંબકીય સ્પેક્ટ્રમને ઇન્ફ્રારેડ અને શોર્ટવેવ ઇન્ફ્રારેડ ક્ષેત્રોના નજીકના દ્રશ્યો પૃથ્વીની સપાટીનું અવલોકન કરવાનું છે.
હિસઆઇએસની સાછે જે ઉપગ્રહોને મોકલવામાં આવ્યો છે, તેમાં 8 દેશોના 29 નેનો અને એક માઇક્રો ઉપગ્રહ શામેલ છે. જેમાં 23 ઉપગ્રહ અમેરિકાના અને એક-એક ઉપગ્રહ ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનના છે. આ બધા ઉપગ્રહોને ઇસરોની વાણિજ્યિક શાખા એન્ટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડના માધ્યમથી વાણિજ્યિક સંવિદાના અંતર્ગત પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
આ મહિનામાં ઇસરોનું બીજુ પ્રક્ષેપણ છે. અવકાશ એજન્સીએ 14 નવેમ્બરે તેમના અત્યાધુનિક સંચાર ઉપગ્રબ જીસેટ-29ને જીએસએલવી એમકે 3-ડી 2ની સાથે પ્રસ્તાવિત કર્યું હતું.