આ જિલ્લામાં વરસાદે ભુક્કા બોલાવી દીધા! કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો, ખેડૂતો રાતાપાણીએ રોયા!
રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીના અનુસંધાને મહીસાગર જિલ્લામાં ગત મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમા એક એક ભારે પવન સાથે જિલ્લામાં પવન સાથે વરસાદ પડતા ભારે તરાજી જોવા મળી હતી. જેમા સજ્જનપુર ગામમાં ઘઉં, મકાઈ, તલ, કપાસ, ચણા જેવાં પાકો જમીન દોસ્ત થયાં છે.
ખેડુતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોંઘાદાટ બિયારણો તેમજ પાણી પણ વેચાતું લાવી ખેતી કરતા ખેડૂતને પડતા પર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેતીમાં નુકશાની અંગે જલદી માં જલદી સર્વ કરાવી ખેડુતોને વળતર ચૂકવવામાં આવે તેવી પણ ઉગ્રમાંગ ઉઠવા પામી છે.
જેને લઈ ખેડૂતોને કમોસી વરસાદનો માર પડ્યો છે ત્યારે ભારે પવન સાથે વરસાદને કારણે નુકસાન થયું છે. ત્યારે જગતનો તાત રાજ્ય સરકાર પાસે સર્વે કરીને સહાયની માંગ કરી રહ્યો છે.