જે પણ આ આઇલેંડનો માલિક બન્યું, તેની પાછળ પડી જાય છે `મોતનો સાયો`, ઘણા કિસ્સાઓના છે પુરાવા

Wed, 28 Feb 2024-9:11 am,

1911 માં શિપ કેપ્ટન ગેસ્પારે અલબેંગાએ આઇલેંડને ખરીદવમાં રૂચિ દાખવી હતી, પરંતુ જ્યારે તેમનું જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું તો તેમનું મૃત્યું થઇ ગયું. આઇલેંડનો આગામી માલિક એક સ્વિસ વ્યક્તિ હંસ બ્રૌન હતો, જેણે 1920 ના દાયકામાં આઇલેંડ ખરીદ્યો હતો. ટૂંક સમયમાં તે મૃત્યું પામ્યો અને એક કાર્પેટમાં લપેટાયેલો હતો. પછી તેની પત્ની સમુદ્રમાં ડૂબીને મરી ગઇ. 

આઇલેંડ આગામી માલિક ઓટો ગ્રુનબેકનું મૃત્યું હાર્ટ એટેકથી થયું હતું, જ્યારે તે દ્રીપના વિલામાં રહેતા હતા. થોડા વર્ષો બાદ આઇલેંડના માલિક એક ફ્રાંસીસી દવા નિર્માતા કંપનીના ઉદ્યોગપતિ મેરિસ-યવ્સ સેંડોઝ હતા. 

સેન્ડોઝે 1958માં સ્વિટ્ઝર્લેન્ડની એક માનસિક હોસ્પિટલમાં આત્મહત્યા કરીને પોતાના સમૃદ્ધ જીવનનો અંત આણ્યો હતો. ટાપુના નવા માલિક જર્મન સ્ટીલ ઉદ્યોગપતિ બેરોન કાર્લ પોલ લેંગહેમ હતા. જ્યારે લેંગહામનો ધંધો નાદાર થઈ ગયો, ત્યારે તેમણે આ ટાપુ ફિયાટ ઓટોમોબાઈલના માલિક ગિયાની એગ્નેલીને વેચી દીધો. અહેવાલો અનુસાર, ટાપુ ખરીદ્યા પછી જિયાની એગ્નેલીને અનેક અકસ્માતોનો સામનો કરવો પડ્યો હતો. તેમના ભાઈ અમ્બર્ટો એગ્નેલીનું 1997 માં કેન્સરથી મૃત્યુ થયું હતું.

ત્યારબાદ આ ટાપુ અમેરિકન બિઝનેસ મેગ્નેટ જે. પોલ ગેટીએ ખરીદી લીધો હતો. અબજોપતિ ગેટ્ટીના પરિવાર પણ દુર્ભાગ્યનો સાયો પડ્યો. તેમનો સૌથી નાનો પુત્ર 12 વર્ષની ઉંમરે મગજની ગાંઠને કારણે મૃત્યુ પામ્યો, જ્યારે તેના મોટા પુત્રએ આત્મહત્યા કરી. તેમની બીજી પત્ની, તાલિતા, રોમમાં ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુ પામી હતી. 1973 માં ગેટીના ભત્રીજાનું ઇટાલિયન માફિયા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને $2.2 મિલિયનની ખંડણી માંગવામાં આવી હતી. ગેટ્ટી પરિવારે ભારે ખંડણી ચૂકવ્યા બાદ 16 વર્ષના છોકરાને છોડવામાં આવ્યો હતો.

આઇલેંડનો અંતિમ માલિક જિયાનપાસ્કેલે ગ્રેપોન એક વિમા કંપનીના માલિક હતા. પછી તેમણે લોન ન ચૂકવવાના કારણે જેલ જવું પડ્યું અને તેમની પત્નીનું કાર અકસ્માતમાં મૃત્યું થઇ ગયું. 1978 માં ગેયૂલા આઇલેંડ ઇટાલિયન સરકારના આધીન થઇ ગયો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link