કોરોના કાળમાં મકાન માલિકો માટે આવ્યા ખુશખબર!, ભાડું નહીં મળે તો ટેક્સ પણ નહીં ચૂકવવો પડે

Fri, 04 Dec 2020-11:18 am,

ઈન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઈ બેન્ચે પોતાના આદેશમાં કહ્યું છે કે જો કોઈ મકાન માલિકનો ભાડુઆત, જો 10 હજાર રૂપિયા ભાડું  ભરે છે. માની લો કે તેણે નાણાકીય વર્ષ 2020-21માં 12 મહિનામાં 8 મહિનાનું જ ભાડું આપ્યું છે, અને બાકી 4 મહિનાનું ભાડું પછી આપવાનું કહ્યું છે. તો  ટેક્સ ફક્ત 8 મહિનાના ભાડા પર જ વસૂલવામાં આવશે. પૂરા ભાડાં પર નહીં. આવા ભાડા પર આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ લગાવવો એ સંપૂર્ણ રીતે ખોટું અને ગેરબંધારણીય છે. 

જો પૂરેપૂરું 12 મહિનાના ભાડાની વાત કરીએ તો તે વર્ષ મકાન માલિકના ભાડાની કુલ આવક 1 લાખ 20 હજાર રૂપિયા હોવી જોઈએ (10 હજાર માસિક ભાડાની રીતે) પરંતુ હવે તેની પાસે ફક્ત 8 મહિનાનું 80 હજાર રૂપિયા ભાડું જ હશે. આવામાં 80 હજાર રૂપિયા જ તેના નાણાકીય વર્ષની આવક ગણવામાં આવશે. જો ભાડુઆત આ 4 મહિનાનું ભાડું બાકી છે તે 40 હજાર રૂપિયા નાણાકીય વર્ષ 2020-21માં ન આપી શકે, તો મકાન માલિકે તેના પર હવે ઈન્કમ ટેક્સ ભરવો નહીં પડે. 

વાત જાણે એમ છે કે ભાડાથી થનારી આવકને લઈને ITATમાં એક કેસ ચાલી રહ્યો હતો. અનેકવાર એવું થાય છે કે ભાડુઆત ભાડું આપવામાં સમર્થ હોતો નથી, પરંતુ મકાન માલિક પર આવકવેરા ટેક્સ ભાડું ન મળવા છતાં આવક સમજીને લાગતો હતો. ITATની મુંબઈ બેન્ચે ભાડાથી થનારી આવક પર લાગતાટેક્સને લઈને એક સ્પષ્ટ આદેશ આપ્યો છે. જે મુજબ કોઈ સંપત્તિના માલિકને ભાડુઆત જો ભાડું નથી આપતો, તો સંપત્તિના માલિકે તે આવક પર ટેક્સ ભરવો પડશે નહીં. 

ઈન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઈ બેન્ચનો આ નિર્ણય તે લોકો માટે સારો છે જેમના ભાડુઆત કોરોના મહામારીના કારણે અથવા તો કોઈ અન્ય કારણસર ભાડું નહતા આપી શકતા. આવામાં ભાડુઆત અને મકાન માલિકો વચ્ચે વિવાદ થવાની આશંકા પણ ઓછી થતી જશે. 

અત્યાર સુધી એવું માની લેવાતુ હતું કે મકાન માલિકને ભાડું મળી જ જશે, આથી તેના પર તે જ નાણાકીય વર્ષમાં ભાડાની આવક પર લાગતો ટેક્સ પણ વસૂલવામાં આવે છે. પરંતુ હવે એ માની લેવાયું છે કે બની શકે કે ભાડુઆત જો ભાડું ન આપી શકે, તો મકાન માલિક પર ટેક્સનો બોજો નાખવો ખોટી વાત છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link