International Yoga Day: ITBP ના જવાનોએ 18000 ફૂટની ઊંચાઈએ કર્યા યોગ, PICS જોઈને ચોક્કસ સલામ કરશો

Mon, 21 Jun 2021-8:39 am,

યોગ દિવસ (Internation Yoga Day)ના અવસરે ભારત-તિબ્બત સરહદ પોલીસ (ITBP) ના જવાનોએ લદાખમાં 18000 ફૂટની ઊંચાઈએ યોગ કર્યો. 

6 વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી અને જોત જોતામાં તો દુનિયાના તમામ દેશો આ મુહિમમાં સામેલ થયા. 

21 જૂનની ખાસિયત એ છે કે આ વર્ષ 365 દિવસમાં સૌથી લાંબો હોય છે અને યોગના સતત અભ્યાસથી વ્યક્તિને લાંબુ અને તંદુરસ્ત જીવન મળે છે. આથી આ દિવસને યોગ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021ની થીમ 'Yoga For Wellness' રાખવામાં આવી છે. આ થીમનો હેતુ શારીરિક અને માનસિક રીતે શરીરને સ્વસ્થ રાખવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં યોગ લોકો માટે આશાનું કિરણ બન્યો છે. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ITBP ના જવાનોએ લદાખમાં પેન્ગોંગ લેકના કિનારે યોગાભ્યાસ કર્યો. 

વિશ્વ યોગ દિવસના અવસરે જવાનોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પોતાને શારીરિક અને માનસિક રીતે ફિટ રાખવા માટે યોગ કર્યા. 

વિશ્વ યોગ દિવસના અવસરે અરુણાચલ પ્રદેશના લોહિતપુરમાં પશુ તાલિમ શાળામાં ભારત તિબ્બત સરહદ પોલીસના જવાનોએ ઘોડા સાથે યોગ કર્યા. 

વિશ્વ યોગ દિવસના અવસરે લદાખમાં ગલવાન ઘાટી પાસે આઈટીબીપીના જવાનોએ યોગાભ્યાસ કર્યો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link