ITR Filing: 31 જુલાઈ પછી ITR ફાઈલ કરવા પર કેટલો લાગશે દંડ? આ રહ્યો પુરો હિસાબ

Tue, 16 Jul 2024-8:29 pm,

આવકવેરાના દાયરામાં આવનાર અને ના આવનાર દરેક વ્યક્તિ માટે આઈટીઆર ફાઈલ કરવું ખુબ જરૂરી છે. તેનાથી ખબર પડે છે કે તમે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન કુલ કેટલી આવક મેળવી છે? ITRને સમય પર ફાઇલ કરવું તમારા માટે ઘણી બાબતોમાં સારું છે. સૌ પ્રથમ, જો તમે તેને સમયસર ફાઇલ કરો છો તો તમારે કોઈપણ જાતનો દંડ ભરવો પડતો નથી.

આ જ કારણ છે કે આવકવેરા વિભાગ તરફથી લોકોને સમયસર ITR ફાઈલ કરવાની યાદ અપાવતું રહે છે. આ વર્ષે પણ ગત વખતની જેમ તમે 31 જુલાઈ 2024 સુધી ITR ફાઈલ કરી શકો છો. પરંતુ વિલંબ માટે દંડ શું છે? ITR ફાઈલ કરવા પર આવકવેરા વિભાગ દ્વારા દંડ લાદવામાં આવે છે. પરંતુ આ દંડ તમારી આવક પ્રમાણે અલગ અલગ હોય છે.

નાણાકીય વર્ષ 2023-24માં 5 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનાર વ્યક્તિઓએ રિટર્ન મોડું ફાઈલ કરવા બદલ 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.  

રૂ. 5 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કરદાતાઓ માટે નાણાકીય વર્ષ દરમિયાન મોડેથી આઇટીઆર ફાઇલ કરવા માટે મહત્તમ દંડ રૂ. 1,000 સુધી મર્યાદિત છે.

એવા લોકો જેમની ટેક્સેબલ આવક આવકવેરા મુક્તિ મર્યાદા કરતાં ઓછી છે અને તેઓ રિફંડ મેળવવા માટે જ ITR ફાઇલ કરે છે. આવા લોકોને મોડું રિટર્ન ફાઈલ કરવા પર પેનલ્ટી ચૂકવવી પડતી નથી. કરપાત્ર આવક એટલે કપાત પહેલાંની કુલ આવકમાં છે.

આવકવેરા રિટર્ન ફાઇલ કરવું તમારા માટે મહત્વપૂર્ણ હોય છે. જો તમે નિયમોનું પાલન નહીં કરો તો તમારા પર દંડ થઈ શકે છે અને કાયદાકીય પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય ITR ફાઈલ કરીને તમે ભવિષ્યની મુશ્કેલીઓથી બચી શકો છો. તમે સમયસર રિટર્ન ફાઇલ કરીને ચોક્કસ કર લાભો અથવા રિફંડ માટે પાત્ર બની શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link