રાજકોટ આગકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા, 10 જણા ગયા હતા, આગની લપેટોમાં 5 જણા નીકળી ન શક્યા
રાજભા પ્રદીપસિંહ ચોહાણ, 15 વર્ષનો દીકરો વીરેન્દ્રસિંહ જાડેજા, 42 વર્ષ ધર્મરાજ સિંહ, 14 વર્ષ ગુડ્ડુબા હિતેન્દ્ર સિંહ જાડેજા, 10 વર્ષ ઓમદેવ સિંહ ગોહિલ, 31 વર્ષ વિરેન્દ્રસિંહના પત્ની જિજ્ઞાના હોસ્પિટલમાં દાખલ
પ્રદિપસિંહ ચૌહાણના પુત્ર રાજભા ચૌહાણ હજુ લાપતા છે. પરિવાર રાહ જોઈ ઈ બેઠો છે કે કઈક સારી ખબર આવે પણ શક્યતા ઘણી ઓછી છે, રાજભા પૂરા પરિવારમાં સૌથી નાનો અને સૌ કોઈનો લાડલો હતો. અત્યાર સુધીમાં દરવખતમાં જન્મદિવસ પર વિદેશી ઠાઠમાઠથી આલિશાન ઉજવણી કરતી હતી. આજદીન સુધી એની એકપણ માંગ પૂરી ના થઈ હોય એવું નથી બન્યું. પણ આજે આ ઘરનું આંગણ સૂનું છે અને દાદા દાદીનો લાડલા પૌત્રની રાહ જોવાઈ રહી છે.
આ વિશે પરિવારજન ચંદ્રસિંહ જાડેજાએ કહ્યું કે, મારા કાકાના દીકરાનો ફોન આવ્યો હતો. પરિવારના કેટલાક સભ્યો ગેમઝોન ગયા છે તેમનો ફોન લાગતો નથી. કુલ 10 લોકો ગયા હતા તેમાંથી 2 હોસ્પિટલમાં દાખલ, અન્ય 5 લાપતા છે. સંચાલકોની બેદરકારીના કારણે ઘટના બની હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે. ત્યાં કોઈ ફાયર સે્ફ્ટી નહોતી. તેથી દોષિતોને સજા આપવા પરિવારની માંગ છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે તમામ મદદ કરીશું.
વિરેન્દ્રસિંહના કાકાએ જણાવ્યું કે, મારો ભત્રીજો, તેની પત્ની, પુત્ર-પુત્રી અને સગા મળીને કુલ 10 જણા ગયા હતા. આમાંથી તેની પત્ની અને દીકરી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, તેઓ હોસ્પિટલમાં છે. આ પાંચ લોકો નીકળી શક્યા નહોતા. તેઓ ક્યાં છે તે હજુ ખબર પડતી નથી. ડીએનએ ટેસ્ટ લેવાયા છે.
રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, 6 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. FIRમાં RMCના ફાયર ઓફિસર બી.જે. ઠેબાનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. 50×60 મિટરનો ફેબ્રિકેશનનો ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. બે થી ત્રણ માળનો લોખંડના એન્ગલો અને ગેલ્વેનાઇઝના પતરાનો ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. કલમ – ૩૦૪ માં સાપરાધ મનુષ્યવધની સજાની-જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કલમમાં જણાવેલ સજા મુજબ ખુન ન ગણાય એવા સાપરાધ મનુષ્યવધ માટે આજીવન કેદ અથવા ૧૦ વર્ષની કેદની સજા તેમજ દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા પણ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. JCP વિધિ ચૌધરી દ્વારા તપાસ કરવામાં આવશે.
રાજકોટ આગકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા થવાથી આખો પરિવાર ગમગીન બની ગયો છે. પરિવારના એક સદસ્યએ કહ્યું કે, અમારા પરિવારના 10 લોકો ગેમઝોનમાં ગયા હતા, 5 લોકો લાપતા છે. કોઈની ઓળખ થઈ શકી નથી. આ તામમ TRP ઝોનમાં રમવા માટે ગયા હતા. દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. જો જામીન મંજુર થાય તો હું તેમને મારી નાંખીશ. હવે મારી પાછળ કોઈ બચ્યું નથી. મારે જેલમાં જવું પડે તો હું જવા તૈયાર છું. મીડિયાએ જે રીતે લેવું હોઈ તે લેજો. ધમકી સમજો તો પણ મને મંજુર છે.
રાજભાના પિતા પ્રદીપસિંહે કહ્યું કે, ગઈકાલ સાંજે ચાર વાગ્યે મારી તેની સાથે વાત થઈ હતી. તે બહુ જ ખુશ હતો. અચાનક મને ફોન આવ્યો હતો. અમારા પરિવારના પાંચ લોકો ત્યા હતા, એટલે ઝડપથી બધા હોસ્પિટલ પહોંચ્યા હતા.