ધજા, ચક્ર, ઘુમ્મટ, હવા...જગન્નાથપુરી મંદિરના આ 10 રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ!

Sun, 07 Jul 2024-9:03 am,

Puri Jagannath Temple: ભગવાન જગન્નાથની રથયાત્રા એક અનેરો પર્વ છે. ગુજરાતમાં તો 147 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે. અમદાવાદનું જગન્નાથ મંદિર તેનું સાક્ષી છે. પણ ઓડિશાના પુરીમાં દેશની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. આ મંદિરના એવા 10 ચમત્કારો વિશે તમે પણ નહીં જાણતા હોવ. વૈજ્ઞાનિકો પણ નથી સૌથી શક્યા આ રહસ્યોનું રાજ....જાણો વિગતવાર...

મંદિરમાં ક્યારેય હજારો તો રથયાત્રા જેવા તહેવારોના સમયમાં લાખો લોકો ભોજન કરે છે. પરંતુ ક્યારેય અહીં અન્નની કમી નથી પડતી. દરેક સમયે આખા વર્ષ માટેનો ભંડાર પુરાયેલો જ રહે છે.

ઓડિશાનું જગન્નાથપુરી મંદિરએ દેશભરમાં હિંદુઓની આસ્થાનું એક મોટું પ્રતિક છે. પુરીના જગન્નાથ મંદિરનું એવું સત છેકે, ત્યાં સાચા મનથી ભગવાન જગન્નાથના દર્શન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.  

મંદિરમાં ક્યારેય હજારો તો રથયાત્રા જેવા તહેવારોના સમયમાં લાખો લોકો ભોજન કરે છે. પરંતુ ક્યારેય અહીં અન્નની કમી નથી પડતી. દરેક સમયે આખા વર્ષ માટેનો ભંડાર પુરાયેલો જ રહે છે.

સૌથી અજાયબી ભરી વાત એ છે કે, આ મંદિરના ગુંબજનો પડછાયો જમીન પર નથી પડતો. જે જોઈને ભક્તો ખૂબ જ આશ્ચર્ય અનુભવે છે.

આપણે મોટાભાગના મંદિરનો શિખર પર પક્ષી બેસેલા અને ઉડતા જોઈએ છે. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોંકાવી દેશે કે, તેની ઉપરથી કોઈ પક્ષી નથી પસાર થતું.

મંદિરના સિંહદ્વારમાં પ્રવેશ કરો ત્યારે તમને લહેરોનો અવાજ નથી આવતો. પરંતુ જરાક બહાર આવશો કે તરત જ લહેરોનું સંગીત કાને પડવા લાગે છે.  

સમુદ્ર તટ પર દિવસમાં હવા જમીનની તરફ આવે છે અને સાંજે તેનાથી વિપરીત. પરંતુ પુરીમાં હવા દિવસમાં સમુદ્રની તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ વહે છે.  

સામાન્ય રીતે મંદિરના શિખર પર લગાવેલી ધજા એ જ તરફ ઉડે છે, જે તરફ પવન આવતો હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગૂ નથી પડતો. આ મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે. અહીં એવુ કેમ થાય છે, તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું.

જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે. જેને તમે કોઈપણ દિશામાંથી જોશો, તો તે સામે જ નજર આવશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link