અહો આશ્ચર્ય! `જય શ્રીરામ` લોકોને વરસાદમાં ભીજાતા બચાવશે, સુરત જ નહિ, વિદેશમાં વધી આ ખાસ વસ્તુની માંગ
ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે માત્ર સુરત કે ગુજરાત નહીં પરંતુ ઓસ્ટ્રેલિયામાં પણ એક ખાસ પ્રકારની કસ્ટમાઇઝ છત્રીની ડિમાન્ડ વધી ગઈ છે. આ છત્રીની ખાસિયત છે કે આની ઉપર એક્રેલિક કલર થી જય શ્રી રામ લખ્યું છે અને રામ મંદિરની તસવીર બનાવવામાં આવી છે. એટલું જ નહીં આ છત્રીમાં તિરંગા પણ છે. હાલ વિદેશોમાં જય શ્રી રામ લખેલી છત્રી અને મંત્રોવાળી છત્રીની ડિમાન્ડ વધી ગઈ છે.
સુરતની આર્ટિસ્ટ ભાવિની ગોલવાલા રામભક્ત છે. તેઓને નાનપણથી જ દેવનગરી કેલિગ્રાફી શીખવાનો શોખ હતો. પોતાના આર્ટમાં હંમેશા થી આ બંનેનું સમાવેશ કરતી હતી .ચોમાસાની સિઝન આવતા તેઓએ વિચાર્યું કે તેઓ છત્રી ઉપર એ ખાસ પ્રકારની આર્ટ તૈયાર કરે હાલ રામ મંદિરને લઈ દેશભરમાં ભક્તિનો માહોલ છે ત્યારે તેઓએ ખાસ શ્રીરામ લખેલી રામ મંદિરની એક એવી છત્રી બનાવી છે જેની ડિમાન્ડ હાલ વિદેશોમાં પણ જોવા મળી રહી છે.
ભાવિનીએ જણાવ્યું હતું કે, નાનપણથી જ ભગવાન રામની ભક્ત છે તેઓએ માત્ર એમ જ એક છત્રી ઉપર જય શ્રી રામ લખીને ડિઝાઇન તૈયાર કર્યું હતું અને પોતાના સોશિયલ હેન્ડલ પર મૂક્યું હતું. જેને જોઈ વિદેશમાં રહેતા લોકોએ તેમને આવી છત્રી બનાવવા માટે ઓર્ડર આપ્યો છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને યુએસમાં રહેતા લોકો કે જેઓ ત્યાં રહીને પણ ભક્તિ અને દેશ પ્રેમ સાથે જોડાવા માંગે છે તેઓએ આ ખાસ પ્રકારની છત્રીની ડિમાન્ડ કરી રહ્યા છે જેથી તેઓ પોતાના હાથથી કલર કરીને આ છત્રી તૈયાર કરે છે અને ત્યાં મોકલે છે.