Jallianwala Bagh Massacre: 10 મિનીટમાં જનરલ ડાયરે 1650 રાઉન્ડ ગોળી ફાયર કરાવી, અનેક લોકો શહીદ થયા

Wed, 13 Apr 2022-3:14 pm,

પંજાબના અમૃતસર જિલ્લાના જલિયાવાલા બાગ નામના બગીચામાં 13 એપ્રિલ 1919 ના રોજ બ્રિટિશ ગોળીબારથી ગભરાયેલી મહિલાઓએ તેમના બાળકો સાથે પોતાનો જીવ બચાવવા માટે કૂવામાં કૂદવું પડ્યું. બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો, જેના કારણે નાસભાગમાં ઘણા લોકો કચડાઈ ગયા હતા અને હજારો લોકો ગોળીઓનો ભોગ બન્યા હતા. 

અંગ્રેજોની દમનકારી નિતી અને રોલેટ એક્ટ સહિતના મુદ્દા વિરુદ્ધ 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે શહેરમાં કર્ફ્યુ હતો, પરંતુ તેમ છતાં હજારો લોકો સભામાં ભાગ લેવા જલિયાવાલા બાગ પહોંચ્યા હતા. ભીડ જોઈને અંગ્રેજ સરકાર સ્તબ્ધ થઈ ગઈ અને તેને ક્રાંતિની ચિંતા થવા લાગી. આવી સ્થિતિમાં અંગ્રેજોએ ભારતીયોના અવાજને દબાવવા માટે તમામ હદો વટાવી દીધી હતી.

સભા દરમિયાન નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયર સૈનિકો સાથે જલિયાવાલા બાગ પહોંચ્યા અને ગોળીબારનો આદેશ આપ્યો. બ્રિટિશ સૈનિકોએ ચેતવણી આપ્યા વિના હજારો લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો.

જલિયાવાલા બાગમાં બ્રિટિશ સૈનિકોએ માત્ર 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન જલિયાવાલા બાગમાં હાજર લોકો બહાર નીકળી શક્યા ન હતા, કારણ કે બગીચામાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો, જ્યાં અંગ્રેજ સૈનિકો ઉભા હતા. ફાયરિંગથી બચવા લોકો કૂવામાં કૂદી પડ્યા હતા. આ ઘટનામાં નાસભાગમાં ઘણા લોકો કચડાઈ ગયા હતા અને હજારો લોકો ફાયરિંગનો ભોગ બન્યા હતા.

અંગ્રેજોના ફાયરિંગથી બચવા લોકો જલિયાવાલા બાગના કૂવામાં કૂદી પડ્યા, પરંતુ તે પછી પણ લોકો જીવ બચાવવામાં સફળ ન રહ્યા અને આખો કૂવો મૃતદેહથી ભરાઈ ગયો..

જલિયાવાલા બાગમાં શહીદ થયેલા લોકોનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી. ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં 484 શહીદોની યાદી છે, જ્યારે જલિયાવાલા બાગમાં 388 શહીદોની યાદી છે.  બ્રિટિશ સરકારના દસ્તાવેજોમાં 379 લોકોના મૃત્યુ અને 200 લોકો ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link