Jammu Kashmir: એપ્રિલમાં હિમવર્ષા જોઇ લોકો આશ્વર્યચકિત! વરસાદે મચાવ્યો આતંક, રોડ તણાયા

Tue, 30 Apr 2024-10:00 am,

ગુલમર્ગ કાશ્મીરના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક છે. અહીંનું હવામાન એપ્રિલમાં જાન્યુઆરી જેવું છે. ગુલમર્ગમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે. ઘાસથી લઈને પાઈન વૃક્ષોની ટોચ સુધી, બધું બરફની સફેદ ચાદરમાં ફેરવાઈ ગયું છે.

ગુલમર્ગ અને કાશ્મીરના અન્ય પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જોઈને ઘણા સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકોનું કહેવું છે કે આ ક્લાઈમેટ ચેન્જ છે અને જો હવે પગલાં લેવામાં નહીં આવે તો આવનારી પેઢીઓએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે.

ગુલમર્ગ માટે આ અસામાન્ય હવામાન છે. આ ત્યાં વસંતનો સમય છે અને આ દિવસોમાં ત્યાં લીલું ઘાસ, સુંદર ફૂલો અને ઠંડી હવા હોવી જોઈએ. પરંતુ આ દિવસોમાં ત્યાં હિમવર્ષા જોવા મળી રહી છે. લોકો તેનો આનંદ માણી રહ્યા છે પરંતુ તેમનામાં ડર પણ ઉભો થયો છે.

સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતી હતી. પરંતુ આ વર્ષે પહાડોથી લઈને શહેરો સુધી શુષ્ક વાતાવરણ જોવા મળ્યું છે. જ્યારે હવે એપ્રિલમાં જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદ જોવા મળી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાએ રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા છે. વરસાદ બાદ મેદાની વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. સરકારે ઉચ્ચ વિસ્તારોમાં હિમપ્રપાતની ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગના નિર્દેશક મુખ્તાર અહેમદનું કહેવું છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી. આવતીકાલે એટલે કે 30મી એપ્રિલની બપોરથી 5મી મે સુધી હવામાનમાં સુધારો થશે. જો કે હજુ પણ હિમસ્ખલન અને ભૂસ્ખલનની આશંકા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા લોકોએ મુસાફરી કરતા પહેલા અપડેટ લેવું જોઈએ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link