પાટીદાર યુવાન પહેલવાને ત્રણ મેડલ મેળવી વિદેશની ધરતી પર રોશન કર્યું જામનગરનું નામ

Wed, 19 Jul 2023-7:13 pm,

વેસ્ટન ઓસ્ટ્રેલિયામાં ગ્રીકો – રોમન કુસ્તી શૈલીમાં ત્યાંની રાજય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતના યુવાન પહેલવાને ત્રણ અલગ-અલગ મેડલ જીત્યા હતા. મુળ જામનગરના વતની 24 વર્ષીય મિરાજ હિતેશ નકારાણીએ કુસ્તીમાં પ્રથમ વખત મૈદાનમાં હાથ અજમાવ્યો અને ત્રણ મેડલ મેળવીને વિદેશની જમીન પર ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું હતું. મિરાજ મોડેલિંગમાં પણ ખૂબ સારૂ નામ ધરાવે છે.

વિદેશી ધરતી પર જામનગર મિરાજ નાકરાણી કે જે જામનગર જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા હિતેશભાઈ નાકરાણી અને જામનગરમાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દયાબેન નાકરાણીનો પુત્ર છે, જે છેલ્લા ઘણા સમયથી વિદેશમાં વસેલો છે અને વિદેશમાં અગાઉ મોડેલિંગ ક્ષેત્રમાં પણ તેને ખૂબ નામના કમાવી લીધા બાદ હવે રમત ગમત ક્ષેત્રે પણ ખુબ ટૂંકા સમયમાં ત્રણ મેડલ મેળવી તેણે જામનગરના પટેલ પરિવાર અને સમગ્ર જામનગરને વિદેશની ધરતી પર ગૌરવ અપાવ્યું છે.

જ્યારે મૂળ જામનગરના વતની અને પાટીદાર યુવાન મીરાઝે વિદેશી ધરતી પર પણ પોતાની દેશી તાકાતના કરતાબો દેખાડતા વિદેશના કોચ પણ અચંભામાં પડી ગયા હતા અને તેની પ્રશંસા કરી હતી. હાલારની ધરતીના અને મુળ ગુજરાતી આશાસ્પદ યુવા એથ્લેટ મિરાજ નાકરાણીએ ત્રણ મેડલ જીત્યા હતા. ટેક ડાઉન ડિસિપ્લિનમાં બ્રોન્ઝ મેડલ, ફ્રીસ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ અને ગ્રીકો-રોમન સ્ટાઈલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. 

મિરાજે તેની બહાદુરી અને હિંમતથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેણે ઓસેનિયા અને ન્યુઝીલેન્ડની રાષ્ટ્રીય ચેમ્પિયન ફોર પોઈન્ટ મૂવ T.J.Pickeringને સ્પર્ધામાં પછાડીને પોતાની પ્રતિભા દેખાડી જીત મેળવી હતી. તેની આ રમત બદલ ત્યાંના અનુભવી કોચ Jadranko Adrian Tesanovic એ મિરાજના વખાણ કર્યા હતા.

જ્યારે મૂળ જામનગરના વતની અને વિદેશમાં સ્થાયી થયેલા મીરાજે પહેલી જ સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કર્યું હતું અને પ્રથમ વખત સ્પર્ધામાં ઉતરી નેશનલ ચેમ્પિયનને પછડાટ આપી હતી. જ્યારે ચાર માસ અને 20 સેશન માજ મીરાઝે ત્રણ મેડલ જીત્યા હતા

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link