Gemstone: આ રત્નને ધારણ કરવાથી શનિદેવ થાય છે ખુશ, ખુલી જાય છે કિસ્મતના તાળા

Thu, 03 Nov 2022-11:13 pm,

રત્ન શાસ્રમાં જાબુંડિયા રત્નનું ખૂબ મહત્વ છે. તેને શનિ ગ્રહનો રત્ન કહેવામાં આવે છે. તેને પહેરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ રત્નને ધારણ કરવાથી વ્યક્તિ પોતાના કાર્ય પ્રત્યે વધુ સમર્પિત થઇ જાય છે. 

જાંબુડિયા રત્નને ધારણ કરવાથી વેપારમાં થઇ રહેલા નુકસાનથી રાહત મળે છે અને નોકરી તથા કેરિયરમાં આવી રહેલી અડચણો દૂર થઇ જાય છે. તેનાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. 

આ રત્નને પહેરવાથી ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થઇ જાય છે. આ રત્નને ધારણ કરવા માટે શનિવારનો દિવસ એકદમ શુભ ગણવામાં આવે છે. આ રત્ન ચમકીલા વાદળી રંગનો હોય છે. આ જોવામાં બિલકુલ નીલમ રત્ન જેવો લાગે છે.   

નીલમની માફક દેખાતો અને ફાયદો પહોંચાડવા છતાં આ રત્ન તેનાથી સસ્તો હોય છે. એવામાં લોકો તેને સરળતાથી ધારણ કરી શકે છે. તેને શનિવારના દિવસે ચાંદીના લોકેટ અથવા વીટીંમાં ધારણ કરવો જોઇએ. 

આ રત્નને ધારણ કરતાં પહેલાં તેને સરસિયાના તેલમાં પલાળીને રાખો અને ત્યારબાદ ગંગાજળથી શુદ્ધ કરી શનિ મંત્રનો 108 વાર જાપ કરવો જોઇએ. તેને હંમેશા જમણા હાથની વચલી આંગળીમાં ધારણ કરવો જોઇએ. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link