Janmashtami 2022: ભગવત ગીતાના આ 10 ઉપદેશમાં છુપાયેલું છે સુખી જીવનનું રહસ્ય, શું તમે જાણો છો?
જે લોકો ફક્ત કર્મના ફળની ઇચ્છાથી પ્રેરિત થાય અછે તે દુખી થાય છે, કારણ કે તે જે કરે છે તેના પરિણામ વિશે સતત ચિંતિત રહે છે. ભગવદ ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યને હંમેશા પોતાના કર્મ કરતા રહેવું જોઇએ.
નિ:સ્વાર્થ સેવાથી તમે સદૈવ ફળદાયી રહેશે અને તમારી મનોકામનાઓ પૂરી થઇ શકશે. ભગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યને નિ:સ્વાર્થ રૂપથી સેવા કરવી જોઇએ. તેનાથી તમામ મનોકામનાની પૂર્તિ થશે.
ભગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યને હંમેશા સકારાત્મક વિચારધારા રાખવી જોઇએ. તેનાથી તમે ક્યારેય નિરાશ થશો નહી અને મુશ્કેલીના સમયે શાંત મગજથી દરેક સમસ્યાઓનું સમાધાન કાઢી શકશો.
ભગવત ગીતામાં જણાવવામાં આવ્યું છે કે કામ, ક્રોધ અને લોભ ત્રણ પ્રકારના નરકના દ્વાર છે, જે મનુષ્ય તેને અપનાવે છે તેનો નાશ થાય છે. એટલા માટે મનુષ્યને હંમેશા કામ, ક્રોધ અને લોભથી દૂર રહેવું જોઇએ.
ભગવત ગીતાના અનુસાર જે મનુષ્યની દિનચર્યા અને ખાનપાન સંતુલિત છે અને જે અનુશાસનમાં રહે છે. એવા લોકો દુખો અને રોગોથી દૂર રહે છે. એટલા માટે સારા સ્વાસ્થ્ય માટે ફક્ત સાત્વિક વસ્તુઓ ખાવી જોઇએ.
ભગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે જો જે મનુષ્યની અંદર જિજ્ઞાસા છે, તેને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કોઇ જાણકાર વ્યક્તિને પૂછશો નહી, ત્યાં સુધી તે કંઇ કહેશે નહી. શાસ્ત્રોમાં લખેલી વાતો, ગુરૂની વાતો અને પોતાના અનુભવોનો તાલમેલ બનાવશો ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકશો.
ભગવત ગીતાના અનુસાર મનુષ્યને હંમેશા પોતાની પસંદ અને સ્વભાવને ધ્યાનમાં રાખીને કામની પસંદગી કરવી જોઇએ. એટલા માટે તમે હંમેશા તે કામ કરો, જેમાં તમને ખુશી મળે છે. આ સાથે જ આ વાતનું ધ્યાન રાખો કે જે કામ હાથમાં લીધું છે, તેને જરૂર પુરૂ કરો અને પોતાનું કોઇ કામ અધુરૂ છોડશો નહી.
ભગવત ગીતામાં કહેવામાં આવ્યું હતું કે ચિંતા કરવાથી જ દુખનો જન્મ થાય છે. એટલા માટે મનુષ્યને ચિંતાને છોડીને કર્મ પર ધ્યાન આપવું જોઇએ. જે મનુષ્ય આ ચિંતાને છોડી દે છે તે તમામ સુખ, શાંતિ અને અવગુણોથી મુક્ત થઇ જાય છે.
ભગવત ગીતાના અનુસાર મનુષ્યને હંમેશા આત્મ મંથન અવશ્ય કરવું જોઇએ. જેથી તે સાચા અને ખોટાની ઓળખ કરી સાચા માર્ગને પસંદ કરી શકે. એક મનુષ્યને પોતાના વધુ કોઇ જાણતું નથી અને પોતાનાથી સારું કોઇ જ્ઞાન આપી શકતું નથી. એટલા માટે સમયાંતરે તમારું આંકલન કરવું જોઇએ.
ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે મનુષ્ય પોતાની સંપૂર્ણ ઇંદ્રીઓને પોતાના વશમાં રાખવા જોઇએ, કારણ કે જે વ્યક્તિની ઇંદ્રીઓ તેના વશમાં હોય છે, તેની બુદ્ધિ પણ સ્થિર હોય છે. એટલે કે જે વ્યક્તિની ઇન્દ્રીઓ જીભ, ત્વચા, આંખ, નાક અને કાન પર કાબૂ કરી લીધો, તે તમામ સાંસારિક સુખોને ભોગવી શકે છે.