5251 વર્ષ બાદ જન્માષ્ટમી પર દ્વાપર યુગ જેવો દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાએ વિચાર્યું પણ નહીં હોય એટલા ધનના ઢગલા થશે
આજના દિવસે એવો જ દુર્લભ યોગ બની રહ્યો છે જેવો 5251 વર્ષ પહેલા દ્વાપર યુગમાં બન્યો હતો. આ દુર્લભ યોગ ખુબ જ શુભ મનાય છે. આ યોગમાં પૂજા કરવાથી પણ અનેક ગણું ફળ મળે છે. આજના દિવસે રોહિત નક્ષત્રની સાથી સૂર્ય સિંહમાં, ચંદ્રમા વૃષભમાં અને જયંતી યોગ બની રહ્યો છે. આવો દુર્લભ યોગ બનવો ખુબ શુભ મનાય છે. આ યોગમાં પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળી શકે છે. એવું માનવામાં આવે છે કે જયંતી યોગમાં વ્રત રાખવાથી પણ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. 26 ઓગસ્ટના રોજ રોહિણી નક્ષત્ર બપોરે 3.55 વાગ્યાથી શરૂ થશે અને 27 તારીખે મધ્ય રાત્રિ સુધી રહેશે. આ સાથે જ ચંદ્રમા જન્માષ્ટમીના દિવસે વૃષભ રાશિમાં રહેશે. એવું મનાય છે કે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો ત્યારે પણ આવો જ યોગ બન્યો હતો. એટલે કે ચંદ્રમા તે સમયે પણ વૃષભ રાશિમાં બિરાજમાન હતા. આ સાથે જ જન્માષ્ટમીનો તહેવાર સોમવારે છે. જ્યારે પણ આ તહેવાર સોમવાર કે બુધવારે આવે ત્યારે ખુબ જ શુભ સંયોગ મનાય છે. આ ઉપરાંત ગુરુ- ચંદ્રમા મળીને ગજકેસરી યોગ પણ બનાવી રહ્યા છે. સૂર્ય દેવ એક વર્ષ બાદ સ્વરાશિમાં, 30 વર્ષ બાદ શનિ પોતની સ્વરાશિમાં અને ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન રહીને આજના દિવસની શોભા વધારી રહ્યા છે. જાણો કઈ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે આજનો દિવસ.
ગુરુ- વૃષભ રાશિ, મંગળ- વૃષભ રાશિ, ચંદ્રમા- વૃષભ રાશિ, બુધ- કર્ક રાશિ, સૂર્ય- સિંહ રાશિ, શુક્ર- કન્યા રાશિ, કેતુ- કન્યા રાશિ, શનિ- કુંભ રાશિ, રાહુ- મીન રાશિ
જન્માષ્ટમી પર ગ્રહોની ચાલ અને શુભ યોગનું નિર્માણ મેષ રાશિવાળા માટે લાભકારી સાબિત થઈ શકે છે. જીવનમાંથી મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થશે. નવી તકો મળશે. કરિયરમાં તમારી સ્ટ્રગલ રંગ લાવશે. પ્રમોશનના પણ યોગ બની રહ્યા છે. તમારે જંકફૂડથી દૂર રહેવું જોઈએ અને હેલ્થ પર ફોકસ કરવું જોઈએ. કોઈ મુસાફરી કરી શકો છો. ધનની આવકના પ્રબળ યોગ છે.
કન્યા રાશિવાળા માટે જન્માષ્ટમી પર ગ્રહોની ચાલ અને શુભ યોગનું નિર્માણ શુભ સાબિત થઈ શકે છે. તમને ફ્રેન્ડ્સનો સપોર્ટ મળશે. હેલ્થમાં સુધારો થશે. વેપારીઓને નવો વેપાર શરૂ કરવા માટે કોઈ સારી ડીલ મળી શકે છે. ઘરમાં સુખ અને શાંતિ રહેશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે.
જન્માષ્ટમી પર શુભ યોગ અને ગ્રહોની ચાલ સિંહ રાશિવાળા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને ફ્રેન્ડ્સનો સપોર્ટ મળશે. હેલ્થમાં સુધારો થશે. વેપારીઓને નવો વેપાર શરૂ કરવા માટે કોઈ સારી ડીલ મળી શકે છે. ઘરમાં સુખ અને શાંતિ રહેશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.