જાપાનમાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, 21 વાર ધરા ધ્રુજી, સુનામીની ચેતવણી, Photos માં જુઓ ભૂકંપે મચાવેલી તબાહી
જાપાનના કનાજાવા વિસ્તારમાં ભૂકંપના કારણે એક મંદિરની પ્રતિમાઓ અન તોરી ગેટ તૂટી ગયો. ભૂકંપ એટલો ભીષણ હતો કે મંદિરમાં લાગેલા પિલર પણ તૂટી પડ્યા. ત્યાં હાજર લોકો ડરથી ધ્રુજી ઉઠ્યા.
ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે અનેક વિસ્તારોમાં જમીન વચ્ચેથી ફાટી ગઈ અને તેમા મોટી મોટી ક્રેક પડી ગઈ. જાપાનના વજીમા વિસ્તારમાં પણ રસ્તાઓ પર મોટી મોટી તિરાડો જોવા મળી.
ઈશિકાવા પ્રાંતના વઝીમા વિસ્તારમાં તો રસ્તા અડધી ધસી ગયા. રાહતની વાત એ રહી કે આ ઘટના સમયે ત્યાં ગાડીઓ દોડી રહી નહતી. ભૂકંપના કારણે ત્યાંની 2 લેનના રસ્તાઓ પૂરી રીતે જમીનદોસ્ત થઈ ગયા. જેનાથી લોકોનો સંપર્ક તૂટી ગયો.
ભૂકંપના કારણે જાપાનના સૂજુ વિસ્તારમાં મોટા પાયે તબાહી જોવા મળી. ત્યાં લોકોના ઘર પત્તાની જેમ તૂટી પડ્યા. જેનાથી લોકોએ જીવનભરની કમાણીથી હાથ ધોવા પડ્યા.
ભૂકંપના કારણે ઈશિકાવા પ્રાંતના વજીમા વિસ્તારમાં બનેલા રહેણાંક વિસ્તારોમાં આગ લાગી. આ ઘટનામાં લોકોને બધો કિંમતી સામાન બળી ગયો. આગને કાબૂ કરવામાં ફાયર બ્રિગેડને ઘણો સમય લાગ્યો.
ઈશિકાવા પ્રાંતમાં જ રસ્તા તૂટવાથી ગાડીઓની અવરજવર પર ખુબ ફરક પડ્યો. લોકો પોતાના વ્હીકલ છોડીને પગપાળા જતા હોવા મળ્યા. એટલો પેનિક હતો કે અનેક લોકોએ પોતાની ગાડીઓને આગળ લઈ જવાનું યોગ્ય ન સમજ્યું.
(તસવીરો સાભાર- રોયટર્સ, પીટીઆઈ)