NAYANTAHARA: `જવાન` ની હીરોઈન નયનતારાનો જલવો! પતિ સંગ અંગતપળો માણતી તસવીરો થઈ વાયરલ

Sun, 01 Oct 2023-10:29 am,

નયનતારા સાઉથની એકદમ સેક્સી અભિનેત્રી તરીકે છાપ ધરાવે છે. તેની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

'નાનુમ રાઉડી ધન' ફિલ્મમાં કામ કરતી વખતે બંનેની નિકટતા વધી અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી લગ્ન કર્યા.

નયનતારાની પતિ સાથેની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ કપલને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. 

નયનતારા તમિલ સિનેમાની જાણીતી અભિનેત્રી છે. મલયાલમ સિનેમામાં પદાર્પણ કર્યું હતું. ઘણી હિટ ફિલ્મો આપ્યા પછી, તેણીએ તમિલ સિનેમામાં પ્રવેશ કર્યો અને ત્યાં પણ તે સુપરસ્ટાર બની.

 

એક તરફ 'જવાન' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. બીજી તરફ જવાનમાં શાહરુખની હિરોઈન નયનથારા અને તેના પતિની રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ રહી છે.

નયનતારા ફિલ્મએ શાહરૂખ ખાનની ફિલ્મ જવાન થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું. SRK સાથેની બ્લોકબસ્ટર 'જવાન' તેની પ્રથમ હિન્દી ફિલ્મ છે. તે પોતાના પતિ વિગ્નેશ શિવન સાથે ડાન્સ કરીને આ સફળતાની ઉજવણી કરી રહી છે. આ કપલની રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ રહી છે.

નયનતારા ફિલ્મ 'જવાન'ની જોરદાર સફળતાનો આનંદ માણી રહી છે. તેણે તેના પતિ અને નિર્દેશક વિગ્નેશ શિવન પોતાની અંગત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી.

 

અભિનેત્રી નયનતારા અને દિગ્દર્શક વિગ્નેશ શિવનની પહેલી મુલાકાત વર્ષ 2015માં થઈ હતી.બંનેએ ફિલ્મ 'નાનુમ રાઉડી ધન'માં સાથે કામ કર્યું હતું.

નયનથારા અને વિગ્નેશ શિવને 9 જૂન, 2022ના રોજ ચેન્નાઈના મહાબલીપુરમના એક રિસોર્ટમાં લગ્ન કર્યા. નયનતારાએ શરૂઆતથી જ સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તે ટીવી એન્કર પણ રહી ચૂકી છે. તેમનું બાળપણ ગુજરાત, દિલ્હી, કેરળ અને બેંગ્લોરમાં વીત્યું હતું. ફિલ્મ જવાનના રિલીઝના દિવસે નયનતારાએ પતિ વિગ્નેશ શિવન માટે ખાસ પોસ્ટ શેર કરતી વખતે આ તસવીર પોસ્ટ કરી હતી. નયનતારાએ વિગ્નેશ સાથે જે રોમેન્ટિક ફોટો શેર કર્યો તેની સાથે નયનતારાએ લખ્યું, હું તને ખૂબ પ્રેમ કરું છું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link