બીટેક બાદ ચમકી ગયું જય શાહનું ભાગ્ય, લેડી લકે બનાવી દીધા યુવા ICC ચેરમેન! જાણો તેમના પત્ની વિશે પણ
જય શાહે સચિવ પદ સંભાળતા 2022માં આઈપીએલ મીડિયા અધિકારોને પાંચ વર્ષ માટે 48390 કરોડ રૂપિયામાં વેચ્યા. આ તેમનું સૌથી મોટું કામ રહ્યું. તેમની નેટવર્થ લગભગ 124 કરોડ રૂપિયા છે. તમામ બિઝનેસ અને સારા પદને પગલે તેમને આ મુકામ સુધી પહોંચવામાં સરળતા રહી.
બીસીસીઆઈમાં પહેલીવાર જય શાહ 2015માં નાણા અને માર્કેટિંગ સમિતિના સભ્ય બન્યા. ત્યારબાદ ઓક્ટોબર 2019માં બીસીસીઆઈના સૌથી યુવા સચિવ તરીકે તેમણે પદ સંભાળ્યું. તેમણે અગાઉ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રોજર બિન્ની સાથે કામ કર્યું.
જય શાહના ક્રિકેટ પ્રશાસક બનવાની સફરની શરૂઆત 2009માં થઈ. તેમને અમદાવાદમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટના કાર્યકારી સભ્ય તરીકે પસંદ કરાયા. 2013માં જય શાહને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત રીતે સચિવ બનાવવામાં આવ્યા. તેમણે આ સફરમાં ઘણું સારું કામ કર્યું, જેના દમ પર તેમણે બીસીસીઆઈમાં પણ નાની ઉંમરે એન્ટ્રી કરી.
જય શાહે પોતાની કોલેજ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. તેમની પત્નીનું નામ શ્રષિતા પટેલ છે. શ્રષિતાના પિતાનું નામ ગુણવંતભાઈ પટેલ છે અને તેઓ બિઝનેસમેન છે. જય શાહે વર્ષ 2015માં 10 ફેબ્રુઆરીના રોજ ઋષિતા સાથે લગ્ન કર્યા હતા. હવે તેમના પરિવારમાં બે પુત્રીઓ પણ છે.
જય શાહનો જન્મ 22 સપ્ટેમ્બર 1988માં થયો હતો. તેમના પિતા અમિત શાહ ભાજપના દિગ્ગજ નેતા છે. જય શાહે ગુજરાતથી પોતાનું એજ્યુકેશન પૂરું કર્યું અને 12મું પાસ કર્યા બાદ નિરમા યુનિવર્સિટીથી બીટેક પણ કર્યું.