મોરબી દુર્ઘટના માટે જયસુખ પટેલ જવાબદાર : SIT રિપોર્ટમાં થયા આવા અસંખ્ય મસમોટા ખુલાસા

Wed, 11 Oct 2023-8:12 am,

મોરબીમાં થોડા સમય પહેલાં ઝુલતા પુલ દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બનાવને લઈને હાલમાં હાઇકોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે. દરમિયાનમાં ઘટનાની તપાસ મામલે સીટની રચના થઈ હતી તે સીટની ટીમ દ્વારા પોતાનો ફાઇનલ રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો છે અને તેમાં ઉપરોક્ત ઘટના બાબતે ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે અને કંપનીના એમડી જયસુખભાઈ પટેલ, મેનેજર દિનેશભાઈ દવે અને દીપકભાઈ પારેખ સહિતનાઓ આ ઘટના માટે સીધા જવાબદાર છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે. ત્યારે દોષિતોને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ પિડિત પરિવાર દ્વારા માંગ કરાઇ છે. 

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાનો મામલો SIT ની ટીમે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો છે. કેબલ બ્રિજ દુર્ઘટના મામલે રાજય સરકારે SIT નું ગઠન કર્યું હતું. ત્યારે આજે SIT ની ટીમે 5000 પાનાનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ થયા મહત્વના ખુલાસા થયા હતા. ત્યારે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાશે. ઓરેવા કંપની ના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી છતી થઈ છે. રિપોર્ટમાં કહેવાયુ કે, ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર છે. MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકો ઘટના માટે જવાબદાર હોવાનું SIT નો રિપોર્ટ જણાવાયું છે. 

સાથે જ રિપોર્ટમાં કહેવાયું કે, બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા નહોતી કરવામાં આવી. બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ન હતો. ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતું. ટિકિટ વેચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હતો. બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.   

ગુજરાત હાઇકોર્ટમાં SIT નો ફાઇનલ રીપોર્ટ પીડિત પક્ષને મળ્યો છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયુ કે, બ્રિજનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને અપાયું હતું, જેની વિશ્વસનીયતા ચેક કરાઈ નથી. ટિકિટો કેટલી વેચવી તે નક્કી કરાયુ ન હતું. ઓરેવા કંપનીનું મેનેજમેન્ટ બ્રિજ ધરાશાયી થવા માટે જવાબદાર છે. બ્રિજ ઉપર યોગ્ય સિક્યુરિટી નહોતી. બ્રિજ મેન્ટનનન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ શરૂ કરાયો હતો. તેથી ઓરેવા કંપની સંપૂર્ણ રીતે આ હોનારત માટે જવાબદાર છે. 

વધુ માહિતી રિપોર્ટના સંપૂર્ણ અભ્યાસ બાદ ખબર પડે. પરંતુ આ અકસ્માત નહિ મર્ડર છે, 302 ની કલમ આરોપીઓ સામે લાગવી જોઈએ. ઑરેવાં કંપની દ્વારા નગરપાલિકાને બ્રિજની હાલત અંગે અનેક કાગળ લખાયા હતા.

ઝુલતા પુલ દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હતા તે બબતે સીટે આપેલા અહેવાલમાં આ અકસ્માત નહીં પરંતુ મર્ડર ગણી શકાય અને ૩૦૨ ની કલમ પણ લગાવી જોઈએ. તેવી સીટમાં ભલામણ કરવામાં આવી છે. પીડીત પક્ષના એડવકેટ ઉત્કર્ષ દવેએ એક નિવેદનમાં જણાવ્યું કે, બ્રિજનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને અપાયું હતું. જેની વિશ્વસનીયતા ચેક કરાઈ ન હતી. ટિકિટો કેટલી વેચવી તે અગાઉથી નક્કી ન હતુ. ઓરેવા કંપનીનું મેનેજમેન્ટ બ્રિજ ધરાશાયી થવા માટે જવાબદાર છે તેમજ દિનેશ દવે અને દિપક પારેખ નામના બે મેનેજર જવાબદાર ઠેરવાયા છે. આશરે ૫૦૦૦ હજારો પનાનો રીપોર્ટ કોર્ટમાં રજુ કરીને જણાવાયુ હતું કે, બ્રિજ ઉપર યોગ્ય સિક્યુરિટી વ્યવસ્થા નહોતી, બ્રિજ મેન્ટનનન્સ અને ફિટનેસ સર્ટીફિકેટ વગર જ બ્રિજ શરૂ કરી દેવાયો હતો. માટે ઓરેવાં કંપની સંપૂર્ણ રીતે જવાબદાર બને છે. 

ઑરેવાં કંપની દ્વારા નગરપાલિકાને બ્રીજની હાલત અંગે અનેક કાગળ લખાયા હતા. અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ થયા હતા, મહત્વના ખુલાસા બાદ હવે સીટની ટીમે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો છે. જેમા ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જપસુખભાઇ પટેલ, બંને મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદાર હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારીનો સીટની ટીમે ઉલ્લેખ કર્યો છે. 

આ ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર હોવાનું જણાવાયુ છે. જેથી એમડી જયસુખભાઇ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકો ઘટના માટે જવાબદાર હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. બ્રિજ ઉપર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ન હતો. ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતુ. ટિકિટ વેચાણ ઉપર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હતો. બ્રિજ ઉપર સુરક્ષાના સાધનો પુરતા ન હતા અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે તેમ પીડિતોના વકીલ ઉત્કર્ષ દવેએ જણાવ્યું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link