Jeep Meridian: ફોર્ચ્યુનરને ટક્કર આપવા માર્કેટમાં આવશે ધાકડ SUV કાર, આ દિવસથી શરૂ થશે બુકિંગ
7 સીટર જીપ કંપાસ જેવી દેખાતી આ કારના આગળના ભાગમાં આઇકોનિક 7 સ્લેટ ગ્રિલ છે. તેની આસપાસ એલઇડી ડીઆરએલ સાથે ચોરસ હેડલેમ્પ આપવામાં આવશે. એસયુવીનું બમ્પર ગ્રિલથી અલગ કરવામાં આવ્યું છે. તેની બંને બાજુએ ક્રોમ સ્ટ્રીપ આપવામાં આવી છે.
જીપ મેરિડિયનનો આકાર કંપાસથી મોટો છે અને 159 મીમી લાંબા વ્હીલબેઝ અને 42 મીમી વધુ હાઈટ સાથે આવે છે. આ ઉપરાંત કારને 18 ઇંચના ડાયમંડ ડિઝાઈન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
ફિચર્સની વાત કરીએ તો 10.1 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રમેન્ટ ક્લસ્ટર, ઇલેક્ટિક એડજસ્ટેબલ આગળની બેઠકો, બીજી અને ત્રીજી લાઈનમાં એસી વેંટ્સ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, વાયરલેસ ફોન ચાર્જિંગ, પેનોરમિક સનરૂફ, પાવર્ડ ટેલગેટ અને એપ્લાઈન ઓડિયો સિસ્ટમ મળે છે.
જીપ ઇન્ડિયા 7 સીટર એસયુવી સાથે ડુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, 360 ડિગ્રી કેમેરા અને શાનદાર બિલ્ટ ક્વોલિટી આપવામાં આવે છે. ભારતમાં લોન્ચ થયા બાદ એસયુવીની સરખામણી એમજી ગ્લાસ્ટર, ટોયોટા ફોર્ચ્યુનર અને આ સાઇઝની અન્ય એસયુવી સાથે થવાની છે.
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, જીપ મેરિડિયનની શરૂઆતની કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ હશે જે 34 લાખ રૂપિયા સુધી જશે. તમને જણાવી દઈએ કે આ કારને 82 ટકા ઘરેલું ભાગો આપવામાં આવ્યા છે. એવામાં તેની કિંમત ઘટી પણ શકે છે. (તમામ તસવીરો Jeep ની ઓફિશિયલ વેબસાઈટ પરથી લેવામાં આવી છે.)