Taarak Mehta Ka Ooltah Chashmah: મળો `જેઠાલાલ`ના અસલ પરિવારને, પત્ની છે જબરદસ્ત સ્ટાઈલિશ...જોઈને બબીતાજીને ભૂલી જશો

Sun, 06 Jun 2021-7:54 am,

કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખુબ લોકપ્રિય કોમેડી શો છે. શોના દરેક પાત્ર પર લોકો અઢળક પ્રેમ વરસાવે છે. એમા પણ જેઠાલાલની તો વાત જ કઈક અલગ છે. સિરિયલમાં જેઠાલાલ અને દયાબેનની જોડી તમે જોઈ હશે. સિરિયલમાં જેઠાલાલ બબીતાજીથી પણ ખુબ પ્રભાવિત દેખાડવામાં આવ્યા છે. જો કે વાસ્તવિક જીવનમાં જેઠાલાલ ઉર્ફે દિલિપ જોશીના અસલ પરિવાર વિશે જાણશો તો ખુશ થઈ જશો. તેમના પત્ની તો બબીતાજી કરતા પણ સ્ટાઈલિશ છે. 

જેઠાલાલનું અસલ નામ દિલિપ જોશી છે. લાંબા સમયથી દિલિપ જોશી ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. પરંતુ તેમને અસલ ઓળખ તો તારક મહેતા કા ઉલ્ટા  ચશ્માથી જ મળી. 

જેઠાલાલ ઉર્ફે દિલિપ જોશીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કિયાથી કરી. આ ફિલ્મમાં તેમણે એક નોકરનું પાત્ર ભજવ્યું હતું.   

દિલિપ જોશીએ સલમાન ખાન અને માધુરી દિક્ષિતની ફિલ્મ હમ આપકે હૈ કોનમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે માધુરીના પિતરાઈ ભોલાપ્રસાદનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ પણ તેઓ અનેક ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા. 

રિયલ લાઈફમાં દિલિપ જોશીના બે બાળકો છે. તેમની પુત્રીનું નામ નિયતિ જોશી અને પુત્રનું નામ રિત્વિક જોશી છે. 

દિલિપ જોશીના પત્નીનું નામ જયમાલા જોશી છે. તેઓ બંને એકબીજાની ખુબ નિકટ છે. નાના પડદાના મશહૂર અભિનેતાના પત્ની હોવા છતાં જયમાલા પોતે લાઈમલાઈટથી ખુબ દૂર રહે છે. 

દિલિપ જોશી સંપૂર્ણ રીતે 'ફેમિલી મેન' છે. સોશિયલ મીડિયા પર દિલિપ જોશી તેમના પત્ની અને પરિવારની સાથે ક્યારેક ક્યારેક ફોટો શેર કરતા રહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link